Face Of Nation : કોરોના વાઈરસને ડામવા માટે વિશ્વના તમામ દેશો જુદા જુદા પ્રયત્નો તથા પ્રજા ઉપર નિયમો લાદી રહી છે. જો કે તમામ સરકારો પોતાના દેશની પ્રજાને સાવચેતી માટે જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન કરવા વિનંતી કરી રહી છે અને નિયમો નહીં પાડનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી રહી છે. કોરોનાના કારણે સૌથી વધુ મોત ઇટાલીમાં થયા છે ત્યારે ઇટાલીની સરકારે અનેક નિયમો જાહેર કર્યા છે. જો કે આ નિયમોનું પાલન નહીં કરનારા 53 હજારથી વધુ લોકો વિરુદ્ધ છેલ્લા 8 દિવસમાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
ઇટાલીની સરકાર આ અઠવાડિયે કેટલાક હાલના ક્વોરેન્ટાઇન પ્રતિબંધોને વધુ કડક બનાવવાની વિચારણા કરી રહી છે. કારણ કે, પોલીસે દેશના 53,૦૦૦ લોકોએ છેલ્લા આઠ દિવસોમાં હાલના નિયમોને તોડવાનો આરોપ મૂક્યો છે. જરૂરી ન હોય ત્યાં સુધી ઇટાલિયનને બહાર ન જવાની વાત કહેવામાં આવી છે, અને ખાદ્યપદાર્થો તથા ફાર્મસીઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઇટાલીમાં કોરોના ચેપના લગભગ 41000 જેટલા કેસ નોંધાયેલા છે. પોલીસે અત્યાર સુધીમાં અલગ અલગ નિયમો તોડવા માટે 51,892 લોકોને ટાંક્યા છે, જ્યારે અન્ય 1,126 ને પોલીસ સમક્ષ ખોટા નિવેદનો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, લોકડાઉન નિયમોનું પાલન ન કરવા બદલ 18 માર્ચ બુધવારે 8,200 થી વધુ લોકો પર આરોપ મૂકવામાં આવ્યો હતો. 195 દુકાન માલિકો પર વિવિધ નિયમો તોડવા બદલ ચાર્જ લેવામાં આવ્યો હતો અને 29 દુકાનો બંધ કરાઈ હતી.