Home News કોરોનાનો ભય: કોરોના કેસ વઘતાં વડોદરા પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

કોરોનાનો ભય: કોરોના કેસ વઘતાં વડોદરા પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Face of Nation 20-12-2021: કોરોના વાયરસના ઝડપી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને કુલ 13 થઈ ગઈ છે. રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, સુરત-રાજકોટમાં 1-1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ ગઈ છે.

વડોદરામાં વધુ એક વિધાર્થીને કોરોના થયો હોવાની માહિતી મળતી છે. વડોદરાની સિગ્નસ સ્કૂલના ધોરણ. 6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી વિશે જાણવા મળી રહ્યું છે કે તે ઓમીક્રોનગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યો હતો. વિધાર્થીને 16 ડિસેમ્બરે કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે હવે 24 ડિસેમ્બર સુધી ધો.6ના વર્ગના ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે. શહેરમાં 5 દિવસમાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષિકા કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.

જ્યારે કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોના પગલે વડોદરામાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે. કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોમાં જાહેરનામનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શહેરમાં હવે જાહેર સ્થળો પર સભા કરવી, સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).