ફેસ ઓફ નેશન, 20-04-2020 : કોરોનાના વધતા જતા કેસોને લઈને આખરે સરકારે આજે ખાનગી હોસ્પિટલોને સારવાર માટે પરવાનગી આપી છે. જો કે આ ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવા ઇચ્છતા લોકોએ પેઈડ સારવાર કરાવવી પડશે. એટલે કે સારવારનો હોસ્પિટલ દ્વારા લેવાતો ખર્ચ ચુકવવો પડશે. હાલ આ રોગની સારવાર સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. હવે ખાનગી હોસ્પિટલોને પણ મંજૂરી આપવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવનારને બિલ પ્રમાણે સારવારનો ખર્ચ ચુકવવો પડશે.
કોરોનાનો કેર વઘી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. જે કેસોને પહોંચી વળવા માટે આખરે સરકારે અમદાવાદની ખાનગી હોસ્પિટલોને આ રોગની સારવાર કરવા માટે મંજૂરી આપી છે. જેના માટે ત્રણ હોસ્પિટલો નક્કી કરવામાં આવી છે. જેમાં અમદાવાદની સ્ટર્લિંગ, એચસીજી અને નારાયણ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગઇકાલે પોલીસ કર્મચારીની સારવારથી લઈને સાંજે કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળી ન રહી હોવાથી નારાજગી દર્શાવી હતી. આ મામલે તંત્રની બેદરકારી પણ છતી થઇ હતી તેવામાં હવે ખાનગી હોસ્પિટલોમાં સારવાર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ