Home News કોરોનાની સારવાર લઈ રહેલી મહિલા અન્ય વોર્ડમાં ગઈ અને ફરાર થઈ હોવાની...

કોરોનાની સારવાર લઈ રહેલી મહિલા અન્ય વોર્ડમાં ગઈ અને ફરાર થઈ હોવાની શંકાએ શોધખોળ શરૂ થઇ

ફેસ ઓફ નેશન, 18-04-2020 : સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી મહિલા ફરાર થઇ ગઈ હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. જો કે આ અંગે તપાસ કરતા આ મહિલા કોરોના વોર્ડમાં જ્યાં સારવાર હેઠળ હતી ત્યાંથી અન્ય વોર્ડમાં જતી રહી હોવાની માહિતી મળી હતી. આ મહિલા 1200 બેડની હોસ્પિટલમાંથી ફરાર થઇ હોવાના સમાચાર વહેતા થતા જ પોલીસ તંત્ર પણ આ મહિલાની શોધખોળ કરવા ધંધે લાગ્યું હતું. બાદમાં આ મહિલા હોસ્પિટલમાંથી જ મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીશો હતો.
દાણીલીમડાની એક મહિલાને કોરોના પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. જો કે ગઈ રાત્રે આ મહિલા બીજા વોર્ડમાં જતી રહી હતી. જેને લઈને તે ફરાર થઇ ગઈ હોવાની શંકાએ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જો કે બાદમાં તે ત્યાંથી જ મળી આવી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : રેડ સિગ્નલ : અત્યાર સુધી પશ્ચિમમાં કુલ 61 કેસ નોંધાયા, આજે ન્યુ રાણીપમાં 1 કેસ નોંધાયો

કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176