ફેસ ઓફ નેશન, 22-04-2020 : અમદાવાદની સમરસ હોસ્ટેલમાં આશરે 500થી વધુ દર્દીઓને રાખવામાં આવ્યા છે. જ્યાં તેમને હાલાકી પડી રહી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ હાલાકીને લઈને તેઓએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
જે દર્દીઓના કોરોના પોઝિટિવ આવે છે પરંતુ કોઈ લક્ષણો હોતા નથી તેવા લોકોને અલગ રાખવામાં આવે છે. જો લક્ષણો જણાઈ આવે તો જ તેમને સારવાર હેઠળ દાખલ કરવામાં આવે છે. જો કે સમરસ હોસ્ટેલમાં રહેલા કેટલાક લોકોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેને લઈને કોરોના મામલે તંત્રને કોઈ ગંભીરતા હોય તેવું લાગતું નથી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
https://youtu.be/F-uXUiDB80o
કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !