Home News સાવધાન : લક્ષણો ન દેખાતા હોય છતાં કોરોના પોઝિટિવ આવે તેવા કેસો...

સાવધાન : લક્ષણો ન દેખાતા હોય છતાં કોરોના પોઝિટિવ આવે તેવા કેસો વધી રહ્યા છે

ફેસ ઓફ નેશન, 27-04-2020 : કોરોનાનો કેર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. આ રોગના લક્ષણો ન દેખાતા હોય તેમ છતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોવાના કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એવા કેસો નોંધાયા છે કે જેમાં વ્યક્તિને રોગના કોઈ લક્ષણો જણાતા નહોતા. જેને લઈને આવા લોકોને અલગ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે.
તાવ આવવો, શરદી થવી, ખાંસી થવી આ બધા કોરોના વાઇરસના લક્ષણો છે. પરંતુ જેનામાં આ લક્ષણો નથી તેવા લોકોનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. પરિણામે ખબર નથી પડી શકતી કે કોરોના છે કે નહીં ? રિપોર્ટ કઢાવ્યા બાદ જ તે અંગેની જાણકારી મળે છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 3301 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદમાં સૌથી વધુ 2181 કેસો નોંધાયા છે. સાથે જ આ રોગને કારણે રાજ્યમાં કુલ 151 લોકોના મૃત્યુ થયા છે અને અમદાવાદમાં 104 લોકોના મૃત્યુ થયા છે.
વધતા જતા કોરોનાના કેર વચ્ચે લોકોની ચિંતા પણ વધી રહી છે. લક્ષણો જણાય તો આ રોગ સામે લડી શકાય પણ લક્ષણો ન જણાય તેવા કેસમાં કેવી રીતે આ રોગના દર્દીઓને શોધવા તે પણ એક પડકાર બની જાય છે. જો કે તેને લઈને સરકારે ટેસ્ટ કરવાની સંખ્યામાં વધારો કરવો પડે તેવી સ્થિતિ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું નિધન, છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા

ટ્રાફિક અને કોલાહલથી ધમધમતા અમદાવાદ શહેરની ગલીઓ સુમસામ ભાસી રહી છે, જુઓ Video

કોરોનાએ અમદાવાદ શહેરને છૂટું પાડી દીધું, તમામ બ્રિજો બંધ કરવામાં આવ્યા, જુઓ તસ્વીરો