Home News હાઇકોર્ટના ગેટ ઉપર કર્મચારીનું તાપમાન ચેક કરતા કોરોનાના લક્ષણો જણાયા, રિપોર્ટ પોઝિટિવ

હાઇકોર્ટના ગેટ ઉપર કર્મચારીનું તાપમાન ચેક કરતા કોરોનાના લક્ષણો જણાયા, રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 18-04-2020 : કોરોનાનો કેર હાલ ચારે કોર વર્તાયો છે. ગુજરાત હાઇકોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. હાઇકોર્ટના એક જજના બંગલે પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે લોકડાઉન જાહેર થયું ત્યારથી જજોના બંગલે કામ કરી રહેલા તમામ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી હતી. આ કર્મચારી પણ રજા ઉપર હતો.
રજા ઉપર હોવા છતાં હાઇકોર્ટનો કર્મચારી કોર્ટ કેમ્પસમાં આવ્યો હતો. તેવામાં કોર્ટમાં પ્રવેશતા ગેટ ઉપર તેને રોકવામાં આવ્યો હતો. જ્યાં તેનું થર્મલ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ થર્મલ ચેકીંગ દરમ્યાન કર્મચારીનું તાપમાન જરૂરિયાત કરતા વધુ જણાયું હતું. જો કે ગરમીમાં બહારથી આવ્યા હોઈ તાપમાન વધુ આવ્યું હોવાનું માનીને તેમને ત્યાં જ થોડીવાર બેસાડવામાં આવ્યા હતા. થોડીવાર બાદ ફરીથી ચેક કરતા તાપમાનમાં કોઈ સુધારો જણાયો નહતો. જેને લઈને તેને નજીકની સોલા સિવિલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કર્મચારી બોડકદેવ ખાતે આવેલા હાઇકોર્ટ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને આ ક્વાટર્સને પણ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : રેડ સિગ્નલ : અત્યાર સુધી પશ્ચિમમાં કુલ 61 કેસ નોંધાયા, આજે ન્યુ રાણીપમાં 1 કેસ નોંધાયો

અમદાવાદ : નવાવાડજના અભિષેક એપાર્ટમેન્ટમાં 33 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ