Home News કોરોના : કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં કાલુપુર પોલીસ કર્મચારીનો રિપોર્ટ...

કોરોના : કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં કાલુપુર પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 12-04-2020 : પોલીસ વિભાગમાં પહેલો કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે. કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં આ પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાલુપુર બહાર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને ક્યાંથી ચેપ લાગ્યો તે તપાસ ચાલી રહી છે.
ત્રણેક દિવસ પહેલા પોલીસ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા. જેમાં એક પોલીસ કર્મચારીનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ચર્ચા ઉઠી છે. પોલીસ તંત્રમાં કેસ નોંધાયો હોય તેવો રાજ્યનો આ પહેલો કિસ્સો છે. હાલ આ પોલીસ કર્મચારી સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. કાલુપુર પોલીસ ચોકીને સૅનેટાઇઝ કરવામાં આવી છે. અને પોલીસ કર્મચારીના પરિવારના પણ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ પોલીસ કર્મચારીના સંપર્ક અંગેની પણ તપાસ કરવામાં આવશે.
(સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો કે વિડિયો મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદમાં આજે નવા 31 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, કુલ 54

લોકડાઉન લંબાશે, જરૂર પડે ત્યાં કર્ફ્યુ નંખાશે : મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત

લોકડાઉનના લકી વિનર, કંકુ-ચોખાથી વધાવીને પોલીસે પ્રસાદ આપવાની શરૂઆત કરી ત્યાં ભાગ્યો, જુઓ Video