ફેસ ઓફ નેશન, 23-04-2020 : છેલ્લા ઘણા દિવસથી મુખ્યમંત્રીના કહેવાથી જ આરોગ્ય વિભાગના અધિકારીઓ દિવસમાં બે વાર કોરોનાના કેસો અંગેની માહિતી પુરી પાડતા હતા. જો કે અચાનક જ આ નિર્ણય બદલીને તંત્રએ હવે એવો નિર્ણય લીધો કે, દિવસમાં બે વાર આંકડાઓ જાહેર નહીં થાય. માત્ર સાંજે એક જ વાર 24 કલાક દરમ્યાન નોંધાયેલા આંકડાઓ જાહેર કરવામાં આવશે.
છેલ્લા બે દિવસથી કોરોનાના આંકડામાં સતત ઘટાડો થતા પત્રકારો દ્વારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ સવાલનો સામનો કરવાને બદલે સરકારે રણનીતિ બદલી નાખી હોવાની ચર્ચા ઉઠી છે. જો કે આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ આ વાતને સમર્થન આપ્યું નહોતું. છેલ્લા ઘણા સમયથી સતત વધી રહેલા કોરોનાના આંકડાઓ અચાનક જ બે દિવસથી ઘટી રહ્યા છે. જેને લઈને તંત્રની કામગીરી સામે અને કેટલા ટેસ્ટ કરવામાં આવે છે તે મામલે સવાલો ઉભા થાય તે સ્વભાવિક છે. જો કે સરકારે હવે દિવસમાં બે દિવસ માહિતી આપવાનું બંધ કરી દીધું છે તે વાત નક્કી છે. સરકારને આમ કરવા પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે કાંઈ પણ કહેવું યોગ્ય નથી.
અગાઉ મુખ્યમંત્રીની સૂચનાથી જ લોકોને સાચી અને તાત્કાલિક માહિતી મળી રહી તે હેતુથી આરોગ્ય વિભાગ દિવસમાં બે વાર આંકડા જાહેર કરી રહ્યું હતું. જો કે અચાનક જ આ નિર્ણય બદલીને દિવસમાં એક જ વાર માહિતી જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ સવારે આગળના દિવસની રાતથી સવાર સુધી નોંધાયેલા આંકડા જાહેર કરવામાં આવતા હતા. સાંજે સવાર થી સાંજ સુધી નોંધાયેલા આંકડા રજૂ કરવામાં આવતા હતા. હવેથી છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા સાંજે રજૂ કરવામાં આવશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ
દેશમાં કોરોનાના દર્દીઓમાં સૌથી વધુ 21 થી 40 વર્ષના, 67 ટકા પુરુષો