Home Uncategorized કોરોના : ભારતમાં 24 કલાકમાં 300થી વધુ કેસ નોંધાયા, વડોદરાના બે ગામ...

કોરોના : ભારતમાં 24 કલાકમાં 300થી વધુ કેસ નોંધાયા, વડોદરાના બે ગામ ક્વોરેન્ટાઇન

ફેસ ઓફ નેશન, 01-04-2020 : દિલ્હીમાં યોજાયેલી તબ્લીગીને કારણે કોરોનાના કેસોમાં જોરદાર વધારો નોંધાયો છે. કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા 1906 થઈ ગઈ છે. જેમાં હજુ વધારો થઇ રહ્યો છે. બુધવારે આંધ્રપ્રદેશમાં 43, મધ્યપ્રદેશમાં 20 અને મહારાષ્ટ્રમાં 23, 110 તમિલનાડુમાં નવા કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મરકજમાંથી ગયેલા 120 લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. 29 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે. આંધ્રમાં સંક્રમિત મળી આવેલા લોકો દિલ્હીના તબ્લિગી જમાતના મરકજથી આવ્યા હતા. નિજામુદ્દીનની મરકજ બિલ્ડિંગ કોરોનાવાઈરસનું કેન્દ્ર છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, અહીંથી બુધવારે સવાર સુધીમાં 2000થી વધુ જમાતિયોને બહાર નીકળવામાં આવ્યા છે. અહીંથી નીકળેલા લોકોની શોધમાં 20થી વધુ રાજ્યોમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાંથી ઘણા લોકોને ટ્રેસ કરી લેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 300થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં હવે કોરોનાના કુલ 1906 કેસ થઈ ગયા છે. જેમાંથી 1698 એક્ટિવ કેસ છે અને 155 સ્વસ્થ થઈ ચુક્યા છે. ગુજરાતમાં 8 નવા કેસો નોંધાયા છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પંડ્યાના મુવાડા અને મક્કરના મુવાડા ગામને આખેઆખા હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ખાનપુર તાલુકાના 3351 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંક્રમણ ન ફેલાય એ હેતુથી બહારથી આવનારા લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ