ફેસ ઓફ નેશન વિશેષ અહેવાલ, 16-04-2020 : ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતના ગુજરાતની મુલાકાતે આવવાના હતા. જેને લઈને સમગ્ર તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું હતું. ટ્રમ્પને પણ ભારત પ્રવાસનો ઉત્સાહ હતો. જેને લઈને તેઓએ જુદા જુદા નિવેદનો પણ કર્યા હતા. જો કે આ સમયે કોરોનાએ તેનો આતંક મચાવવા ભારત અને અમેરિકા બંને દેશોમાં ડેરા નાખી દીધા હતા. 24 ફેબ્રુઆરી સુધી વિશ્વમાં આ રોગના કુલ 79,331 કેસ નોંધાયા હતા. જેમાંથી 77,626 જેટલા તો માત્ર ચીનમાં હતા. આ સમયે વિશ્વમાં મોતનો આંક 23 હતો અને ચીનમાં 2595 લોકો મૃત્યુ પામ્યા હતા.
ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ સમયે કોઈને પણ કોરોનાની ગંભીરતા નહોતી. જો કે ચીન સહીત જાપાનમાં 144, ઇટાલીમાં 124, સિંગાપોરમાં 89, ઈરાનમાં 43, ઓસ્ટ્રેલિયા અને મલેશિયામાં 22, થાઈલેન્ડમાં 35 કેસ નોંધાયેલા હતા. આ સમયે કોરોનાનો કહેર વિશ્વમાં ફેલાવવાની શરૂઆત થઇ ચુકી હતી. તેમ છતાં જગત જમાદારે અમેરિકામાં ધ્યાન આપવામાં બેદરકારી દાખવી હતી. બીજી બાજુ ભારત પણ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની સરભરાની વ્યવસ્થામાં વ્યસ્ત હતું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે કોલવડાની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘુસ્યો, જુઓ Video
ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે કોલવડાની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘુસ્યો, જુઓ Video