ફેસ ઓફ નેશન, 15-04-2020 : અમદાવાદના હેબતપુર સર્કલ ખાતે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ કર્મચારી કાલુપુર પોલીસ સ્ટેશનના જે કર્મચારીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેની પડોશમાં બાપુનગર ખાતે રહેતા હતા. આ પોલીસ કર્મચારી એસ.જી.વન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
અમદાવાદમાં પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગવાનું શરૂ થઇ ગયું છે. જેને લઈને સમગ્ર પોલીસ તંત્રમાં ફફળાટ વ્યાપ્યો છે. ફરજ દરમ્યાન સતર્કતા અને કાળજી રાખવાની સાથે જરૂરી નિયમોનું તમામ પોલીસ કર્મચારીઓ પાલન કરી રહ્યા છે. 14 તારીખના રોજ હેબતપુર સર્કલ ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ કર્મચારી સાથે ફરજ બજાવતા અન્ય દસેક જેટલા કર્મચારીઓની પણ મેડિકલ તપાસ થશે અને તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : 13 દિવસમાં 10 બાળકી સહીત 14 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો
અમદાવાદ : 13 દિવસમાં 10 બાળકી સહીત 14 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો