Home News ચીનના જિલિનમાં મુસાફરી પર પ્રતિબંધ; 70થી વધુ અધિકારીઓને વાયરસને નિયંત્રિત કરવામાં નિષ્ફળ...

ચીનના જિલિનમાં મુસાફરી પર પ્રતિબંધ; 70થી વધુ અધિકારીઓને વાયરસને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ સજા!

Face Of Nation 23-03-2022 : ચીનમાં કોરોનાના કેસો ફરી એકવાર તબાહી મચાવી રહ્યા છે. આ વાયરસના અત્યંત ચેપી પ્રકાર ઓમિક્રોનને કારણે કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં, 70 થી વધુ અધિકારીઓને વાયરસને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ સજા કરવામાં આવી છે. ટોચના નેતાઓએ અધિકારીઓને ચેતવણી આપી છે કે જો તેઓ રોગચાળાને કાબૂમાં રાખવામાં નિષ્ફળ જશે તો કડક કાર્યવાહી કરાશે. તો બીજીતરફ જિલિનમાં મુસાફરી પર પ્રતિબંધ છે અને પ્રવાસ કરવા માંગતા નાગરિકોએ પોલીસને જાણ કરવી જરૂરી છે. આરોગ્ય અધિકારીઓએ સ્વીકાર્યું કે, મોટાભાગના કેસોમાં ઓછા અથવા કોઈ લક્ષણો દેખાતા નથી, જેના કારણે અંદાજો લગાવવો મુશ્કેલ બને છે. વર્તમાન વેવ દરમિયાન તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ ઓછામાં ઓછા 74 અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે અથવા ઠપકો આપવામાં આવ્યો છે.
9 મિલિયનથી વધુ લોકો તેમના ઘરોમાં બંધ!
દરમિયાન ચીનમાં ચેપના 4,700 થી વધુ નવા કેસ નોંધાયા હતા. આમાંના મોટાભાગના કેસો ઉત્તર પૂર્વીય પ્રાંત જિલિનમાંથી નોંધાયા છે, જ્યાં લોકડાઉનને કારણે 9 મિલિયનથી વધુ લોકો તેમના ઘરોમાં બંધ છે.જિલિન પ્રાંતની રાજધાની ચાંગચુનમાં, સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં સતત પાંચમા દિવસે વધારો થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).