Home News દેશમાં ઓમિક્રોનનાં વધતા કેસ વચ્ચે છેલ્લા 24 કલાકનાં કોરોનાનાં આંકડાઓ જાણો અહીં...

દેશમાં ઓમિક્રોનનાં વધતા કેસ વચ્ચે છેલ્લા 24 કલાકનાં કોરોનાનાં આંકડાઓ જાણો અહીં ક્લિક કરી

Face of Nation 24-12-2021:  દેશમાં કોરોનાનાં વધતા આંકડા હવે ચિંતામાં વધારો કરી રહ્યા છે. આ વાયરસનું નવું વેરિઅન્ટ Omicron સતત લોકોને પોતાની ઝપટમાં લઈ રહ્યું છે. દેશમાં ઓમિક્રોનનાં કુલ કેસ 350ને વટાવી ગયા છે. આપને જણાવી દઈએ કે, ઓમિક્રોન 33 ટકાની ઝડપે વૃદ્ધિ કરી રહ્યુ છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 88, દિલ્હી 57, તેલંગાણા 38, તમિલનાડુ 34, કેરળ 29 અને હરિયાણામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે રાત સુધી દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 354 કેસ નોંધાયા હતા. જો કે, મોટાભાગનાં દર્દીઓમાં કાં તો હળવા લક્ષણો હતા અથવા લક્ષણ વિનાનાં હતા. જો કે આ વચ્ચે આજે આરોગ્ય વિભાગનાં કોરોનાનાં આંકડાએ રાહત આપી છે. આરોગ્ય વિભાગનાં તાજેતરનાં આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,650 કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળામાં 374 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. વળી કોરોનાને 7,051 દર્દીઓએ માત આપી છે. જે બાદ ટોટલ રિકવરી આંક 3,42,15,977 પર પહોંચી ગયો છે. વળી અક્ટિવ કેસની વાત કરીએ તો તે 77,516 પર પહોંચી ગયો છે.

વિશ્વમાં કોરનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પણ દુનિયાાની ચિંતામાં વધારો કરી રહ્યો છે. વળી બીજી તરફ ભારતમાં પણ કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).