Home Special ચોથી લહેરનો ખતરો; પ્રારંભિક લક્ષણો તાવ-થાક રહેશે અને દર્દીઓમાં પેટ સંબંધિત વધુ...

ચોથી લહેરનો ખતરો; પ્રારંભિક લક્ષણો તાવ-થાક રહેશે અને દર્દીઓમાં પેટ સંબંધિત વધુ લક્ષણો જોવા મળશે!

Face Of Nation 29-03-2022 : કોરોના વાયરસે ફરી એકવાર તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. એશિયા અને યુરોપના ઘણા દેશોમાં કોરોનાની ચોથી લહેરે દસ્તક દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ વખતે દર્દીઓમાં પેટ સંબંધિત વધુ લક્ષણો જોવા મળી રહ્યા છે. જો કે, કોરોના દરેકને અલગ રીતે અસર કરે છે. સામાન્ય રીતે તેના લક્ષણો ચોક્કસ ક્રમમાં દેખાય છે. કેલિફોર્નિયા સેન્ટર ફોર ફંક્શનલ મેડિસિનના સ્થાપક અને પ્રમુખ ડૉ. સુંજ્યા શ્વેગે જણાવ્યું છે કોરોનાના લક્ષણો અને તેની ઘટનાનો ક્રમ વ્યક્તિએ વ્યક્તિએ ઘણો બદલાય છે. કોરોનાના સૌથી સામાન્ય પ્રારંભિક લક્ષણો તાવ અને થાક છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટના કિસ્સામાં, ઘણા લોકો ગળામાં દુખાવાની તકલીફ જોવા મળી છે.
તાવ પછી ઉધરસ પરેશાન કરી શકે
ડૉક્ટરે કહ્યું કે તાવ પછી, પછીનું સૌથી સામાન્ય લક્ષણ ઉધરસ છે. શરદી અથવા ફ્લૂ જેવા રોગોની વધુ ભીની અને ગળફાની ઉધરસની સરખામણીમાં કોરોનાને કારણે થતી ઉધરસ સૂકી હોય છે. થોડા સમય પછી ઉધરસ જટિલ બની જાય છે અને ઉધરસને કારણે ગળામાં બળતરા અને સોજો આવે છે. માથાનો દુખાવો – હળવોથી ગંભીર સુધીનો – માંદગીના પ્રથમ થોડા દિવસોમાં પણ સામાન્ય હોઈ શકે છે.
દ.કોરિયામાં દરરોજ પાંચ લાખ નવા કેસ
સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ કોરિયામાં છે, જ્યાં દરરોજ લગભગ પાંચ લાખ નવા કેસ જોવા મળી રહ્યા છે. કોરોનાનું સબવેરિયન્ટ BA2 (Omicron BA2.) આ વખતે સૌથી વધુ કેર વર્તાવી રહ્યું છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને માન્યતા આપી છે ક, BA2 સબવેરિયન્ટના લક્ષણો હળવા છે, પરંતુ તેને નાનો ગણવો એ સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. જે ઝડપે કોરોના તેનું સ્વરૂપ બદલી રહ્યો છે, તેના લક્ષણો પણ તે જ ઝડપે બદલાઈ રહ્યા છે. કોરોનાના આ સૌથી ઝડપથી ફેલાતા વેરિઅન્ટના લક્ષણો આ વખતે થોડા અલગ રીતે જણાવવામાં આવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).