ફેસ ઓફ નેશન, 21-04-2020 : કોરોના સંક્રમિત લોકોનો પણ રિપોર્ટ નેગેટિવ બતાવતી રેપિડ ટેસ્ટ કિટનો વપરાશ રાજસ્થાન સરકારે અટકાવી દીધો છે. આ કિટના રિપોર્ટની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઉભા થયા છે જેને લઈને હાલ રાજસ્થાન સરકારે આ કિટના ઉપયોગ પર પાબંધી લગાવી દીધી છે.
રાજસ્થાનમાં રેપિડ ટેસ્ટ કીટ કોરોના તપાસમાં નિષ્ફળ સાબિત થઈ છે. રેપિડ ટેસ્ટ કીટથી 1232 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર બે લોકોના પોઝિટિવ હોવાના સંકેત મળ્યા હતા. ટેસ્ટના પરિણામ કેટલા યોગ્ય છે, એ જાણવા માટે સંક્રમિતોની પણ તપાસ કરવામાં આવી, એવા લોકોને પણ આ કીટે નેગેટિવ બતાવી દીધા હતા. જેને લઈને તાત્કાલિક ધોરણે સરકારે રેપિડ ટેસ્ટ કીટથી તપાસ અટકાવી દીધી છે.
રાજસ્થાન સરકાર આ કિટોને પાછી આપવા માટે વિચારણ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાન દેશનું પહેલુ રાજ્ય છે જ્યાં રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલ ફુલ થઇ રહી છે !, દર્દીઓની સારવારમાં લાલીયાવાડી, જુઓ Video
અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત