Home Uncategorized કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !

કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !

ફેસ ઓફ નેશન, 22-04-2020 : ઘર આંગણે કોઈ પ્રસંગ આવ્યો હોય અને કેટરર્સ, પાર્ટીપ્લોટ, ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાઓ જે રીતે પેકેજ આપે તેમ હોસ્પીટલોએ પેકેજ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સરકારે ખાનગી હોસ્પિટલોને સારવાર માટે મંજૂરી આપી છે. જો કે આ હોસ્પીટલોએ કોરોનાના રોગની સારવાર માટે લાખ્ખો રૂપિયાના પેકેજો બનાવી દીધા છે. એક ઓડિયો હાલ સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ થયો છે જેમાં એક ખાનગી હોસ્પિટલે 8 લાખ 50 હજાર તો ડિપોઝીટ મુકાવવાની વાત કરી છે.
આફત સમયે ઉત્સવની માફક પ્રજાની મજબુરીનો લાભ લઈને લૂંટવાના પેંતરા ઘડનારી હોસ્પિટલો વિરુદ્ધ કેમ કોઈ નીતિ નિયમો જાહેર કરવામાં આવ્યા નથી તે એક મોટો પ્રશ્ન છે. સરકારને એવી શું જરૂરિયાત પડી કે ખાનગી હોસ્પિટલોને છૂટછાટ આપવામાં આવી ? જો કે છૂટછાટ ભલે અપાઈ પરંતુ કેમ આ રોગની સારવારનો કોઈ ચાર્જ નક્કી કરવામાં આવ્યો નથી ? આવા અનેક સવાલો છે. હાલ ખાનગી હોસ્પિટલોને જાણે કે કોરોનાના દર્દીઓને લૂંટવાનો પરવાનો મળી ગયો હોય તેમ આ મહામારી સમયે લોકોને પેકેજ સમજાવી રહ્યા છે.
ખુબ જ શરમજનક બાબત કહી શકાય કે આજે કોઈ પણ વ્યક્તિ તેની યથાશક્તિ પ્રમાણે આ મહામારીમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. તો બીજી બાજુ ખાનગી હોસ્પિટલો દર્દીઓને મોટી રકમોના પેકેજોથી હોસ્પિટલમાં ભરતી કર્યા પહેલા જ એટેક આવી જાય તેવા આંકડા બતાવી રહ્યા છે. હોસ્પીટલોએ દર્દીઓને આપેલા ખુલ્લેઆમ કોરોના સારવારના બિલના આંકડાઓનો ઓડિયો પણ વાયરલ થયો છે.
માણસાઈને હચમચાવી નાખે તેવા આંકડાઓ આપતી હોસ્પિટલના તંત્ર આવી મહામારી સમયે પણ કોઈ લિમિટ રાખી રહી નથી. વિશ્વ આ મહામારી સામે લડવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે અને આપણે ત્યાં ખાનગી હોસ્પિટલોને ખુલ્લેઆમ લૂંટ ચલાવવાની પરવાનગી મળી ગઈ હોય તેમ દર્દીઓને પેકેજ પકડાવી રહી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત

અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત