Home Gujarat ગુજરાતમાં કોરોનાના કેસમાં 1 દિવસમાં 28 ટકાનો ઘટાડો : 116 નવા કેસ...

ગુજરાતમાં કોરોનાના કેસમાં 1 દિવસમાં 28 ટકાનો ઘટાડો : 116 નવા કેસ નોંધાયા

Face Of Nation 02-03-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલ કરતા 42 વધારે નોંધાયા છે. તો આજે 334 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાથી 1નું મોત થયું છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 98.99 ટકા થઈ ગયો છે.
14 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 22 હજાર 906ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 933 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 10 હજાર 545 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 હજાર 428 એક્ટિવ કેસ છે, જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 હજાર 414 દર્દીની હાલત સ્થિર છે.
દેશમાં કોરોના કેસમાં ગઈકાલની સરખામણીએ નજીવો વધારો
કોરોનાના દૈનિક નવા કેસમાં ગઈ કાલની તુલનાએ નજીવો વધારો થતાં આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે હોય તો નવા દૈનિક કેસમાં નજીવો વધારો પણ થવો જોઈએ નહીં. આ વધારો નવી લહેર લાવી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭,૫૫૪ નવા કેસ સામે આવ્યા છે અને ૨૨૩ સંક્રમિતોનાં મોત થયાં છે. ગઈ કાલે દેશમાં કોરોનાના ૬,૯૧૫ નવા કેસ નોંધાયા હતા. ૨૪ કલાકમાં દેશમાં ૧૪,૧૨૩ સંક્રમિતો કોરોનામુક્ત થતાં એક જ દિવસમાં ૬,૫૬૯ એક્ટિવ કેસ ઘટ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા હવે ૪,૨૯,૩૮,૫૯૯ થઈ છે અને તેની સામે અત્યાર સુધીમાં કુલ ૪,૨૩,૩૮,૬૭૩ દર્દીઓએ કોરોનાને માત આપતાં હવે દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૮૫,૬૮૦ પર પહોંચી છે. દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૫,૧૪,૨૪૬ થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).