Face Of Nation, 23-09-2021: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના નવા 26 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 19 લોકો સાજા થયા છે. રાહતની વાત છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 8 લાખ 25 હજાર 797 થઈ ગઈ છે. કોરોનાને કારણે અત્યાર સુધી 10082 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 7 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં પણ પાંચ કેસ નોંધાયા છે. ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર અને નડોદરામાં બે-બે નવા કેસ સામે આવ્યા છે. અમરેલી, ભાવનગર, જામનગર કોર્પોરેશન, કચ્છ, નવસારી અને વલસાડમાં એક-એક કેસ સામે આવ્યો છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 140 છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 134 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 815575 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોના કાળમાં ગુજરાતમાં 10 હજાર 82 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે.
ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધી 3 લાખ 57 હજાર 297 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના કુલ 5 કરોડ 83 લાખ 50 હજાર 222 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)