Face Of Nation 01-05-2022 : છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3246 નવા કેસ નોંધાયા છે, જ્યારે 25 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે 2783 લોકો સાજા થયા છે. ચોથી લહેરની આશંકા વચ્ચે સૌથી વધુ કેસ દિલ્હીમાં મળ્યા છે. અહીં 24 કલાકમાં 1520 નવા કેસ નોંધાયા છે. નવા કેસ સામે આવ્યા બાદ દિલ્હીમાં પોઝિટિવિટી દર 5.10% નોંધાયો હતો. સારી વાત એ છે કે કોરોનાને કારણે માત્ર એકનું જ મોત થયું હતું. દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 5716 થઈ ગઈ છે, જે 9 ફેબ્રુઆરી બાદથી સૌથી વધુ છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં 155 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ મુંબઈના છે, જ્યાં કોરોનાના 94 કેસ નોંધાયા છે. અહીં પોઝિટિવિટી દર 1% છે. મહારાષ્ટ્રમાં 998 એક્ટિવ કેસ છે.
દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 18 હજારને પાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 18 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે, એક્ટિવ કેસ કુલ સંક્રમણના 0.04% રેકોર્ડ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,755 દર્દીઓ કોરોનાથી સાજા થયા બાદ રિકવરી રેટ 98.74% પર પહોંચી ગયો છે.
નવો વેરિયન્ટ આવે તે પહેલાં આપણે જોખમથી સુરક્ષિત
કોરોનાની ચોથી લહેરના ભય વચ્ચે રાહતના સમાચાર એ છે કે જ્યાં સુધી કોરોનાનો નવો વેરિયન્ટ નહીં આવે ત્યાં સુધી આપણે તેના જોખમથી સુરક્ષિત છીએ. ઓમિક્રોનના કારણે 98% ભારતીયોમાં એન્ટિબોડીઝ બની ગઈ છે. આવી સ્થિતિમાં હવે આપણા માટે કોરોનાનો ખતરો ઓછો છે.
નિષ્ણાતોએ કહ્યું- નવી લહેરની આશંકા નહીં
નિષ્ણાતોનું માનવું છે કે હજુ નવી લહેર આવવાની કોઈ શક્યતા નથી. કારણ કે, નવી લહેર નવા વેરિયન્ટમાંથી આવે છે. દેશમાં હાલમાં ઓમીક્રોન અથવા તેનો પેટા વેરિયન્ટ છે. તેથી કોઈ નવી લહેરની અપેક્ષા નથી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે દેશમાં 12 થી 14 વર્ષની વય જૂથના 60% બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. સ્પુતનિક-વી વેક્સિનનો પ્રથમ ડોઝ બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાય છે. નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ની કમિટીએ ભલામણ કરી છે કે રશિયામાં કોવિડ વિરોધી વેક્સિન, સ્પુતનિક-વીના બંને ડોઝ લઆ ચુકેલા લોકોને બૂસ્ટર તરીકે આ વેક્સિનનો પ્રથમ ડોઝ આપી શકાય છે. એ નોંધવું જોઇએ કે સ્પુતનિક-વી વેક્સિનના બે ડોઝની રચનાઓ અલગ-અલગ છે.
બંને ડોઝ 21 થી 30 દિવસના અંતરાલ
અત્યાર સુધી, એવા લોકો માટે બૂસ્ટર ડોઝ અંગેનો કોઈ નીતિવિષયક નિર્ણય લેવામાં આવ્યો ન હતો જેમણે સ્પુતનિક-વી વેક્સિનના બંને ડોઝ લીધા છે. કોવિન પોર્ટલ પર સ્પુતનિક-વી માટે બૂસ્ટર ડોઝ સંબંધિત કોઈ વિકલ્પ દેખાતો નથી. આ કારણોસર જે લોકોએ ગયા વર્ષે જુલાઈમાં સ્પુતનિક-વી વેક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેઓને બૂસ્ટર ડોઝ મળ્યો ન હતો. આ વેક્સિનના બંને ડોઝ 21 થી 30 દિવસના અંતરાલ સાથે આપી શકાય છે. દેશમાં લગભગ 6 લાખ લોકોને આ વેક્સિન મળી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).