Home News ભારતે ભર્યું વધુ એક મોટુ પગલું,15 વર્ષથી ઉપરના બાળકોના વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન...

ભારતે ભર્યું વધુ એક મોટુ પગલું,15 વર્ષથી ઉપરના બાળકોના વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ

Face of Nation 27-12-2021: કોરોના મહામારી વિરુદ્ધ ભારતે વધુ એક મોટુ પગલું ભર્યું છે. દેશમાં એક જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન શરૂ થવા જઇ રહ્યું છે. બાળકોને વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પ્રક્રિયા પણ અન્ય લોકોની જેમ જ રહેશે.

બાળકો માટે રજિસ્ટ્રેશન CoWin એપ મારફતે જ થશે. નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઇઓ ડોક્ટર આરએસ શર્માએ કહ્યું કે એક જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો વેક્સિન માટે પોતાનું નામ રજિસ્ટર કરાવી શકશે.

વડાપ્રધાન મોદીએ ક્રિસમસના અવસર પર દેશને સંબોધિત કરતા દેશવાસીઓને મોટી ભેટ આપી હતી. વડાપ્રધાને જાહેરાત કરતા કહ્યું હતું કે ત્રણ જાન્યુઆરી 2022થી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સૂત્રોના મતે ડ્રગ કંન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને 15 થી 18 વર્ષ સુધીના બાળકો માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે.

બાળકોએ કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તેને સ્લોટ આપવામાં આવશે. કોવિન એપ પર સ્લોટ દરમિયાન બાળકો પાસેથી તેમનો આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે.  બની શકે છે કે બાળકો માટે અલગથી સેન્ટર બનાવવામાં આવી શકે છે. સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ ઉપરાંત, 10 જાન્યુઆરીથી, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરો માટે કોવિડ રસીના બૂસ્ટર ડોઝ શરૂ કરવામાં આવશે. 10 જાન્યુઆરીથી કોમોર્બીટ વૃદ્ધોને પણ તેમના ડૉક્ટરની સલાહ પર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણયો: 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવશે. હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ મળશે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ બૂસ્ટર ડોઝ આપી શકાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).