Face Of Nation, 03-11-2021: નરેન્દ્ર મોદી બુધવારે રસીકરણની સમીક્ષા બેઠક કરશે. ત્યારે બપોર 12 વાગે 40 જિલ્લાના ડીએમની સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી વાતચીત કરશે.
કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે દેશમાં મોટા સ્તરે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવાર સુધીમાં ભારતમાં 107 કરોડથી વધારે રસીના ડોઝ આપાઈ ચૂક્યા છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી બુધવારે રસીકરણની સમીક્ષા બેઠક કરશે. ત્યારે બપોર 12 વાગે 40 જિલ્લાના ડીએમની સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી વાતચીત કરશે.
પીએમ મોદી જે 40 જિલ્લાના ડીએમ સાથે વાત કરશે. ત્યાં કોરોના રસીકરણનો આંકડો ઓછો છે. પીએમ બુધવારે ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ , અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય સહિત અન્ય રાજ્યોમાં ઓછા રસીકરણ કવરેજ વાળા જિલ્લામાં જિલ્લાધકારીઓ સાથે વાતચીત કરી આ વિષય પર ચર્ચા કરશે. આ દરમિયાન આ તમામ રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. મનાઈ રહ્યું છે કે ઓછા રસીકરણ અભિયાનમાં તેજી લાવવાની રણનીતિ પર ચર્ચા થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)