Face Of Nation :ભારતમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જો કે એક તરફ કોરોનાના કેસો અને બીજી બાજુ વરસાદ વરસતા લોકો ચિંતાતુર બન્યા છે. લોકોને વીજળીના કડાકા ભડાકાએ કોરોના વાઇરસનો કેર વધશે કે નહીં તે પ્રશ્ન ડરાવી રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના જનરલ ડાયરેક્ટર બલરામ ભાર્ગવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના ફેલાવાને ચોમાસુ, ઉનાળો, કે શિયાળા સાથે કોઈ સંબંધ નથી. આ વાઇરસ હવામાં ફેલાતો નથી, પરંતુ તે માનવ સંપર્કમાં છે. જે ફેલાવાને વધારે છે. તાપમાનમાં ઘટાડો થવાથી કે વરસાદથી કોરોના વાઇરસ ફેલાશે નહીં. જો કે હજુ સુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા કે કોરોના વાઇરસ ઓછા તાપમાને ફેલાય છે.
દુબઈમાં થોડા સમય અગાઉ શરૂ થયેલા વરસાદે કોરોના વાઇરસના ફેલાવા સંદર્ભે સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ હજુ સુધી કોરોનાના ફેલાવા અંગે વાતાવરણને લઈને કોઈ પુરાવાઓ સામે આવ્યા નથી. આ વાઇરસને વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી. લોકો કહે છે અને માને છે કે ગરમીમાં આ રોગનો વાઇરસ નાશ પામે છે પરંતુ હકીકત એવી છે કે શિયાળા અને ઠંડા વાતાવરણમાં લોકોમાં શરદી અને તાવના કેસો વધુ જોવા મળે છે. આવા સમયે જે તે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે પરીણામે ઇન્ફેક્શન કેસોમાં વધારો થાય છે. ઉનાળાના સમય દરમ્યાન શરદી, ખાંસી કે તાવના કેસો વધુ જોવા મળતા નથી જેને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી અને તંદુરસ્ત હોય છે જેથી કોઈ ઇન્ફેક્શન કે વાઇરસ લાગવાનો ભય ઓછો રહે છે. કોઈ પણ રોગ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખે છે અને નક્કી કરે છે કે દર્દી કેટલા દિવસમાં સાજો થશે. વરસાદ સમયે કોરોનાના ફેલાવા અંગે અગાઉ અનેકવાર પ્રશ્નો ઉઠ્યા છે પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી.