Home News દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટી 24 કલાકમાં 13,596 નવા કેસ, 166ના મોત,

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટી 24 કલાકમાં 13,596 નવા કેસ, 166ના મોત,

Face Of Nation, 18-10-2021: દેશમાં કોરોના સંક્રમણ ની ત્રીજી લહરની આશંકા ઓછી થતી લાગે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં 13 હજાર 596 નવાં કેસ આવ્યાં છે. તો આ દરમિયાન 166 લોકો કોવિડ સામે જીંદગીનો જંગ હારી ગયા છે. આ સમયમાં 19 હજાર 582 લોકો ડિસ્ચાર્જ થઇ ઘરે આવી ગયા છે.

મંત્રાલય અનુસાર દેશમાં હાલમાં 1 લાખ 89 હજાર 694 દર્દીઓનું ઇલાજ ચાલુ છે. અત્યાર સુધીમાં 3 કરોડ 34 લાખ 39 હજાર 331 લોકો કોવિડથી ઠીક થઇ ડિસ્ચાર્જ થઇ ગયા છે. તો અત્યાર સુધીમાં 3 કરોડ 34 લાખ 39 હજાર 331 લોકો કોરોનાથી ઠીક થઇ ડિસ્ચાર્જ થઇ ગયા. જોકે, કોવિડને કારણે 4 લાખ 52 હજાર 290 લોકોનું મોત થઇ ગયુ છે. તો અત્યાર સુધીમાં 97 કરોડ 79 લાક 47 હજાર 783 લોકોને વેક્સીન લાગી ગઇ છે. જેમાં 12 લાખ 5 હજાર 162 લોકોને રવિવારે વેક્સીન લગાવવામાં આવી છે.

ગુજરાતમાં 10 નવાં કોરોનાનાં કેસ નોંધાયા- ગુજરાતમાં રવિવારે કોરોનાનાં 10 નવાં કેસ નોંધાયા છે. જે સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 8,26,290 રૂપિયા થઇ ગયા છે. સ્વાસ્થ્ય બુલેટિનમાં આપવામાં આવેલી જાણકારી મુજબ રાજ્યમાં 8,15,997 લોકો રિકવર થયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 207 છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)