Face Of Nation : વિશ્વ આખુ હાલ કોરોનાની મહામારીમાં સપડાઈ રહ્યું છે કોઈ દેશને આ મહારોગમાંથી મુક્ત થવાનો હજુ સુધી કોઈ રસ્તો મળ્યો નથી ત્યારે અમેરીકામાં આગામી સમયમાં કોરોનાના કારણે 1 થી 2 લાખ લોકોના મોત થશે તેમ એન્થોની ફૌસીએ કહ્યું છે. એન્થોની ફૌસી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડીસીસના હેડ છે અને ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલી કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સમાં સામેલ છે. રવિવારે સવારે સીએનએનના સ્ટેટ ઓફ ધ યુનિયન ખાતે હાજર થતા તેઓએ ચેતવણી આપી હતી કે, કટોકટી પૂરી થાય તે પહેલાં 1 લાખ થી 2 લાખ અમેરિકનો મૃત્યુ પામશે. અને લાખ્ખો કેસ નોંધાશે. ન્યુયોર્કમાં કેસોમાં અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવાર સુધી યુએસમાં 1 લાખ 24 હજારથી વધુ દર્દી નોંધાયા છે, તેમાંથી 2200થી વધુના મોત થયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે ધમકી આપી હતી કે ન્યુયોર્ક, ન્યુજર્સી અને કનેક્ટિકટમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવશે જો કે તેઓએ આમ કરવાને બદલે મુસાફરીની સલાહ આપી.
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ