Home Uncategorized કોરોના : વિશ્વમાં 2,36,000 લોકો સ્વસ્થ થયા, 8,36,999 લોકો સારવાર હેઠળ

કોરોના : વિશ્વમાં 2,36,000 લોકો સ્વસ્થ થયા, 8,36,999 લોકો સારવાર હેઠળ

ફેસ ઓફ નેશન, 04-04-2020 : સમગ્ર વિશ્વમાં કોરોનાના અત્યાર સુધી કુલ 11,33,373 કેસ નોંધાયા છે જેમાં 2,36,000 લોકો સ્વસ્થ થઇ ગયા છે જયારે 60,375 જેટલા લોકોના મોત નિપજ્યા છે અને 8,36,999 જેટલા લોકો સારવાર હેઠળ છે. જેમાં અમેરિકામાં 2,77,533 કેસ, ઇટાલીમાં 1,19,827 કેસ, જર્મનીમાં 91,159 કેસ, ફ્રાન્સમાં 82,165 કેસ, ચીનમાં 81,639 કેસ અને કેનેડામાં 12,549 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે સૌથી વધુ ખુમારી અમેરિકામાં થઇ છે. અમેરિકામાં અત્યાર સુધી 7000થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જયારે સ્પેનમાં 11 હજાર અને ઇટાલીમાં 14 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે. સૌથી આશ્વર્યજનક બાબત એ છે કે, ચીનમાં 81 હજારની સામે 76 હજારથી વધુ લોકો સ્વસ્થ થઇ ગયા છે અને 3326 જેટલા લોકો જ મૃત્યુ પામ્યા છે. સમગ્ર વિશ્વના દેશોને ચીન ઉપર પહેલેથી કોરોનાને લઈને શંકા છે અને તેમાંય ત્યાં નોંધાયેલા કેસો અને સ્વસ્થ થયેલા લોકો સહીત મૃતકોનો આંકડો ચીનની દાળમાં કાંઈ કાળું હોવાની શંકા ઉભી કરે છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાને લઈને કાળજી રાખી રહ્યું છે, આ મહામારીમાંથી કેમ બહાર નીકળવું તેના રસ્તા સૌ કોઈ શોધી રહ્યા છે. પ્રથમવાર સમગ્ર વિશ્વના દેશોએ એકબીજા દેશોમાં જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધેલો છે અને એક દેશમાંથી બીજા દેશમાં કોઈ જઈ શકતું નથી. જો કે કેટલાક દેશોએ અંદરો અંદર પ્રવાસ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

શા માટે કોરોના વાઇરસના કેરથી સરકાર અને લોકો ડરે છે ? વાંચો વિશેષ અહેવાલ

કોરોના : મહારાષ્ટ્રમાં સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે, આજે 47થી વધુ કેસ નોંધાયા