Home News જુઓ : અત્યાર સુધી તમારા ઝોનમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ?

જુઓ : અત્યાર સુધી તમારા ઝોનમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ?

ફેસ ઓફ નેશન, 14-04-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશને ઝોન પ્રમાણે આંકડા જાહેર કર્યા છે. આ આંકડા અત્યારસુધીના કુલ આંકડા છે. જેમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 138 કેસ નોંધાયા છે. ત્યારબાદ દક્ષિણ ઝોનમાં 90 કેસ તેમજ પશ્ચિમ ઝોનમાં 35 કેસ નોંધાયા છે.
પશ્ચિમ વિસ્તારના લોકોએ સતર્ક થઇ જવાની તાતી જરૂરિયાત છે. કારણ કે, પશ્ચિમમાં કેસોનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. તેવામાં લોકોની બેદરકારી હજુ કેસોમાં વધારો કરે તેમ છે. મધ્યઝોનમાં ખાડિયા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, શાહીબાગ, અસારવાનો સમાવેશ થાય છે. દક્ષિણ ઝોનમાં બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, ઇસનપુર, વટવાનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઝોનમાં પાલડી, નવરંગપુરા, સ્ટેડિયમ, નારણપુરા, નવાવાડજ, ચાંદખેડા, સાબરમતી, જૂનાવાડજનો સમાવેશ થાય છે.

(સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધશે, લોકડાઉનના 21 દિવસ થશે પુરા

કોરોના વાઇરસના સંક્રમિતોનો આંક વિશ્વમાં 20 લાખને પાર