ફેસ ઓફ નેશન, 28-04-2020 : છેલ્લા ઘણા દિવસોથી નારણપુરા, ગોતા, જૂનાવાડજ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જૂનાવાડજના દૂધેશ્વર વિસ્તારમાં વધુ પ્રમાણમાં કેસો નોંધાયા છે. અત્યાર સુધી કોટ વિસ્તારમાં જ ફેલાતો કોરોના હવે પશ્ચિમ વિસ્તારમાં પણ ફેલાવવાનો શરૂ થયો છે. જો પશ્ચિમ વિસ્તારમાં લોકો કાળજી નહીં રાખે તો કેસોમાં વધારો થવાની ભીતિ છે. અહીં એક તસ્વીર રજૂ કરવામાં આવી છે, જે ફેસ ઓફ નેશનના વાચકે મોકલેલી છે. આ તસ્વીર નારણપુરાના શાસ્ત્રીનગર રોડ ઉપર આવેલા શ્રીનાથ વેજીટેબલ માર્કેટની છે. જ્યાં લોકોની ભીડ સ્પષ્ટ જોઈ શકાય છે. કોઈ પણ પ્રકારના સોશિયલ ડીસ્ટન્સનું પાલન પણ કરાવવામાં આવી રહ્યું નથી. જે ખુબ જ ગંભીર બાબત છે. આ પ્રકારની ભીડ યોગ્ય નથી. કોરોનાને ફેલાવવા તમે આ રીતે મોકળું મેદાન આપી રહ્યા છો.
છેલ્લા એકાદ અઠવાડિયાથી દરરોજે પશ્ચિમ વિસ્તારો પોઝિટિવ કેસોની યાદીમાં હોય છે. પશ્ચિમમાં ઘાટલોડિયા એક એવો વિસ્તાર હતો જ્યાં એક પણ કેસ નોંધાયો નહોતો. જો કે ઘાટલોડિયામાં પણ હવે કેસો નોંધવાના શરૂ થઇ ગયા છે. ચાણક્યપુરી વિસ્તારમાં પણ ઘણા કેસો સામે આવ્યા છે. ગોતાના વસંતનગરમાં કેસો નોંધાયા છે. ચાંદલોડિયાના વંદેમાતરમ રોડ ઉપર પણ કેસો નોંધાયા છે. વાડજની વાત કરીએ તો નવાવાડજ અને જૂનાવાડજ બંને વિસ્તારોમાં કેસો નોંધાયા છે. જૂનાવાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં કેસો વધી રહ્યા છે સાથે જ દુધેશ્વર વિસ્તારમાં પણ પશ્ચિમ વિસ્તારના સૌથી વધુ કેસ નોંધાયા છે.
નારણપુરા, સેટેલાઇટ, બોડકદેવ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારોમાં શાકભાજી, ડેરી અને કરિયાણાવાળાના પોઝિટિવ કેસો પણ નોંધાયા છે. લોકોએ હજુ સતર્ક થવાની તાતી જરૂરિયાત છે. શાકભાજીને બદલે કઠોળ ખાઈને પણ જીવી શકાશે પરંતુ જો કોરોના ઘરમાં ઘુસી જશે તો ફરજીયાત પરિવારના તમામ લોકોને ક્વોરેન્ટાઇન થવું પડશે, સોસાયટીમાં રહેતા આસપાસના લોકો પણ હેરાન થશે અને ઘરની બહાર પણ નહીં નીકળવા મળે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોનાએ અમદાવાદ શહેરને છૂટું પાડી દીધું, તમામ બ્રિજો બંધ કરવામાં આવ્યા, જુઓ તસ્વીરો
કરિયાણા, ડેરી અને શાકભાજીવાળા : જેઓ લોકડાઉન દરમ્યાન લોકોના સંપર્કમાં આવ્યા અને કોરોના પોઝિટિવ થયા
કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત