Home Uncategorized મસમોટી ચેતવણી, ભારતમાં આ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, બાળકો...

મસમોટી ચેતવણી, ભારતમાં આ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, બાળકો પર જોખમ

Face Of Nation, 23-08-2021: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ ઘટ થઈ રહ્યું છે. આજે નવા 25 હજાર જેટલા કેસ જોવા મળ્યા છે. આ બધા વચ્ચે દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર વિશે મોટા સમાચાર આવ્યા છે. કહેવાયું છે કે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એક સમિતિએ કહ્યું કે  કોરોના વાયરસની ત્રીજી લહેર ઓક્ટોબરની આજુબાજુ ચરમસીમાએ પહોંચી શકે છે.

National Institute of Disaster Management હેઠળ બનાવવામાં આવેલી એક્સપર્ટની પેનલે કોરોના વાયરસની ત્રીજી લહેર અંગે ચેતવણી ઉચ્ચારી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19ની ત્રીજી લહેર ઓક્ટોબરની આજુબાજુ આવી શકે છે

એક રિપોર્ટમાં કહેવાયું છે કે કોવિડ-19ની ત્રીજી લહેરમાં બાળકો ઉપર પણ મોટા સમાન જોખમ તોળાઈ રહ્યું છે. કમિટીએ આ દરમિયાન બાળકો માટે સારી મેડિકલ તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે બાળકો માટે મેડિકલ સુવિધાઓ, ડોક્ટર, કર્મચારી, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ વગેરે જેવા ઉપકરણો ક્યાંય નથી. મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થાય તો તેવી સ્થિતિમાં આ ઉપકરણોની જરૂર પડી શકે છે.

નીતિ આયોગના સભ્ય અને કેન્દ્ર સરકારના કોવિડ-19 ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી રહેલા વી કે પોલે પણ કહ્યું કે કોરોના વાયરસની આગામી લહેરમાં 23 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. આવામાં કેન્દ્ર સરકારે લગભગ 2 લાખ આઈસીયુ  બેડ તૈયાર કરવા જોઈએ. આ સાથે જ તેમણે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે સપ્ટેમ્બરમાં ભારતમાં પ્રતિદિન સંક્રમણના લગભગ 4-5 લાખ કેસ સામે આવી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)