Home Uncategorized ઓમીક્રોનનું સંક્ર્મણ વધતા ભયનો માહોલ, વેક્સીનેટેડ લોકોને પણ બનાવી રહ્યો છે શિકાર

ઓમીક્રોનનું સંક્ર્મણ વધતા ભયનો માહોલ, વેક્સીનેટેડ લોકોને પણ બનાવી રહ્યો છે શિકાર

Face of Nation 21-12-2021:  કોરોનાના નવા વેરિએન્ટે ચિંતા વધારી છે. 26 નવેમ્બરના રોજ વિશ્વ આરોગ્ય સંગઠનએ તેને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ ગણાવ્યો હતો અને એક મહિનાથી પણ ઓછા સમયમાં આ વેરિએન્ટ 90થી વધુ દેશો સુધી પહોંચી ચૂક્યો છે. ભારતમાં પણ આ વેરિએન્ટ પૂરપાટ ઝડપે ફેલાઈ રહ્યો છે તથા અત્યાર સુધીમાં તેના 200 દર્દી નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ છે. ઓમિક્રોન વેરિએન્ટને લઈને કેમ ચિંતા કરવાની જરૂર છે તે ખાસ જાણવું જોઈએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના અત્યાર સુધીમાં 200 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ 54-54 નોંધાયા છે. જ્યારે તેલંગણામાં 20, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15, ગુજરાતમાં 14, ઉત્તર પ્રદેશમાં 2, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળમાં એક-એક કેસ નોંધાયા છે. દેશમાં આ વેરિએન્ટ અત્યાર સુધીમાં 12 રાજ્યો સુધી પહોંચી ગયો છે.

https://twitter.com/ANI/status/1473162668643024903?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1473162668643024903%7Ctwgr%5Ehb_1_7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Findia%2Fcoronavirus-omicron-variant-in-india-latest-update-80-percent-asymptomatic-vaccinated-maharashtra-news-in-gujarati-189691

આ બાજુ કોરોનાના કુલ કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5,326 કેસ નોંધાયા છે. જ્યારે 8,043 દર્દીઓ રિકવર થયા છે. જો કે મોતનો આંકડો વધ્યો છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 453 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,78,007 પર પહોંચ્યો છે. હાલ દેશમાં 79,097 દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 1,38,34,78,181 ડોઝ અપાયા છે.

કોરોનાના નવા વેરિએન્ટને લઈને ચિંતા કેમ કરવી જોઈએ? તેના બે કારણ છે. પહેલું કારણ તો એ છે કે તેનાથી સંક્રમિત થનારા મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી. બીજું કારણ એ કે આ નવો વેરિએન્ટ વેક્સીનેટેડ લોકોને પણ શિકાર બનાવી રહ્યો છે.

ઓમિક્રોન વેરિએન્ટ એટલા માટે પણ ચિંતા વધારે છે કારણ કે તેના મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણ જોવા મળતા નથી. આવામાં સંક્રમણના વધુ  ઝડપથી ફેલાવવાની આશંકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સોમવારે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે જે કેસ નોંધાયા તેમાંથી 80 ટકા કેસમાં દર્દીઓમાં કોઈ લક્ષણ નથી. માંડવિયા જ્યારે આ જાણકારી આપી રહ્યા હતા ત્યારે દેશમાં ઓમિક્રોનના 161 કેસ હતા, જો કે હવે આ આંકડો 200 પર પહોંચી ગયો છે.
રાજ્યસભામાં જાણકારી આપતી વખતે માંડવિયાએ કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 161 દર્દી છે જેમાંથી 80 ટકા એસિમ્પ્ટોમેટિક છે અને 13 ટકાદર્દીમાં હળવા લક્ષણો છે.

આથી જ આ ચિંતાની વાત બને છે કે મોટાભાગના દર્દીઓમાં લક્ષણો જોવા મળતા નથી. આવામાં દર્દીને પણ ખબર નથી પડતી કે તે સંક્રમિત છે. આથી સંક્રમણ વધુ ઝડપથી ફેલાવવાનું જોખમ છે.

દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 54 કેસ નોંધાયા છે. જેમાંથી 80  ટકા એટલે કે 10માંથી 8 દર્દી એવા છે જેને રસીના બંને ડોઝ મળેલા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ 54માંથી 80 ટકા એટલે કે 44 દર્દીઓ એવા છે જેમને રસીના બંને ડોઝ લાગ્યા હતા. બે એવા છે જેમને રસી મળી નહતી. જ્યારે 8ની ઉંમર 18 વર્ષથી ઓછી છે એટલે તેમને રસી મળી નહતી.

જે રીતે રસી લાગી હોવા છતાં લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે તેનાથી ચિંતા વધી છે. ભારત માટે આ ચિંતા એટલા માટે વિકરાળ બની રહી છે કારણ કે હજુ પણ દેશની 18 વર્ષથી વધુની 88 ટકા વસ્તીને એક અને 57 ટકા વસ્તીને બે ડોઝ લાગ્યા છે. બાળકોનું તો રસીકરણ પણ શરૂ થઈ શક્યું નથી અને બૂસ્ટર ડોઝ ઉપર પણ ચર્ચા છેડાયેલી છે.

અત્યાર સુધીમાં જે જાણકારી સામે આવી છે તેમાં એ જ કહેવાઈ રહ્યું છે કે આ વેરિએન્ટ વધુ જોખમી નથી. દેશમાં અત્યાર સુધીમાં 200 દર્દીઓ નોંધાયા છે તો તેની સામે 77 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં 54 દર્દીમાંથી 28 દર્દી રિકવર થયા છે. જ્યારે દિલ્હીમાં 54માંથી 12 દર્દીઓ સાજા થઈ ગયા છે. કર્ણાટકમાં તો 19માંથી 15 દર્દીઓ સાજા થઈ ગયા છે.રાજસ્થાનમાં તો તમામ દર્દી એટલે કે 18 દર્દીઓ સાજા કે માઈગ્રેટેડ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).