ફેસ ઓફ નેશન, 09-05-2020 : કોરોના વાઇરસને લઈને કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પૉલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે આ નવી પૉલિસી જાહેર કરી છે.
આ બદલાવ હેઠળ હલ્કા કેસને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટિંગની જરૂર નથી. દર્દીમાં કોઇ લક્ષણ ના દેખાય અને સ્થિતિ સામાન્ય લાગે તો 10 દિવસમાં પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. ડિસ્ચાર્જ કર્યા પછ દર્દીને 14 દિવસની જગ્યાએ 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવુ પડશે. 14માં દિવસે ટેલી કોન્ફરન્સની મદદથી દર્દીનું ફૉલોઅપ કરવુ પડશે.
એવા દર્દીઓ જે ઓક્સિજન સપોર્ટ પર છે, જેમણે ક્લિનિકલ સિમ્પ્ટમ્સ દૂર થયા પછી જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. સતત 3 દિવસ સુધી ઓક્સિજન સેચ્યુરેશન મેન્ટેન રહેનાર દર્દી ડિસ્ચાર્જ થઇ શકશે. આ સિવાય કોઇ ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓને ક્લિનિકલ રિકવર અને RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવશે પછી જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.
દર્દીને રજા મળ્યા પછી 7 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવશે. જો તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ પડે અને કોઇ બીજા લક્ષણો ડેવલર થાય તો તેમણે કોવિડ કેર અથવા તો સ્ટેટ હેલ્પલાઇન અથવા તો 1075 પર કોન્ટેક્ટ કરવાનો રહેશે. 14માં દિવસે દર્દીને ફૉલોઅપ માટે ટેલીકોન્ફરન્સ કરવી પડશે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video