Home News કેન્દ્રએ રાજ્યોને આપી સલાહ, કંટ્રોલ રૂમ બનાવીને દર્દીની મદદ કરો

કેન્દ્રએ રાજ્યોને આપી સલાહ, કંટ્રોલ રૂમ બનાવીને દર્દીની મદદ કરો

Face of Nation 06-01-2022: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે 24 કલાકમાં 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દરરોજ કેસમાં 50 ટકા જેટલો વધારો થઈ રહ્યો છે. તેવામાં સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી હવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને જિલ્લા- તાલુકા સ્તર પર કંટ્રોલ રૂમ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોરોના પીડિયો માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા અને બેડના બુકિંગમાં આ કંટ્રોલ રૂમ દ્વારા મદદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી છે કે આ કંટ્રોલ રૂમ્સમાં ડોક્ટરો, કાઉન્સેલર અને વોલેન્ટિયર્સની તૈનાતી કરવામાં આવે. આ સિવાય હેલ્પલાઇન બનાવવાની વાત પણ કહેવામાં આવી છે, જેથી લોકોની મદદ કરી શકાય.

કેન્દ્ર સરકારે સલાહ આપી છે કે આ કંટ્રોલ રૂમમાં કમ્પ્યૂટર હોવા જોઈએ અને બ્રોડબેન્ડ સર્વિસ હોવી જોઈએ જેથી કનેક્ટિવિટી નબળી ન રહે. કેસોની સંખ્યા પ્રમાણે આ કંટ્રોલ રૂમને દરેક સમયે એક્ટિવ રાખવામાં આવે. તેનાથી લોકોની મદદ કરવામાં આવે અને તેને માહિતી મળે. એટલું જ નહીં સરકારે ટેસ્ટિંગને લઈને અન્ય તમામ સુવિધાઓનું રીયલ ટાઇમ અપટેડ કરવા માટે પણ કહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આપેલી સલાહમાં કહ્યું- કોવિડ ટેસ્ટિંગ, એમ્બ્યુલન્સની ઉપલબ્ધતાનો રિયલ ટાઇમ ડેટા આ કંટ્રોલ રૂમમાં રહેવો જોઈએ. કોલરને તે જાણકારી આપવી જોઈએ કે તે કઈ રીતે બેડ બુક કરાવી શકે છે અને એમ્બ્યુલન્સને બોલાવી શકે છે. આ વિશે સમક્ર પ્રક્રિયા કોલરને સમજાવવી જોઈએ.

કેન્દ્ર સરકાર તરફથી કુલ 8 બિંદુઓ વિશે રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે કંટ્રોલ રૂમમાં એમ્બ્યુલન્સની સુવિધા પણ હોવી જોઈએ જેથી કોઈ કોલ કરે તો તત્કાલ મદદ પહોંચાડી શકાય. આ સિવાય કંટ્રોલ રૂમ વિસ્તારમાં તે પણ જુએ કે કેટલા બેડ ખાલી છે અને કેટલા ભરેલા છે. એટલું જ નહીં સરકારે સલાહ આપી છે કે આ કંટ્રોલ રૂમથી સતત કોરોના દર્દીઓની મદદ કરવામાં આવે, જે હોમ આઈસોલેશનમાં છે. કંટ્રોલ રૂમના સભ્યો દ્વારા આવા દર્દીઓને ફોન કરી તેની સ્થિતિ જાણવી જોઈએ અને કોઈ કમી હોય તો તેને દૂર કરવી જોઈએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 90,928 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3,51,09,286 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 325 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,82,876 થઈ ગયો છે. હાલ દેશમાં 2,85,401 દર્દીઓ સારવાર હેઠળ છે.

ઓમિક્રોનના વધતા કેસે પણ દેશની ચિંતા વધારી છે. ખુબ ચેપી ગણાતા ઓમિક્રોન વેરિએન્ટના દર્દીઓ વધીને 2,630 થયા છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 995 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. કોરોનાનો આ વેરિએન્ટ હવે 26 રાજ્યો સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 797 કેસ, દિલ્હીમાં 465 કેસ નોંધાયા છે. ઓમિક્રોનનું જોખમ જોતા કેન્દ્ર સરકારે પણ રાજ્યોને તાકીદે પગલાં લેવા જણાવ્યું છે. વિભિન્ન રાજ્ય સરકારોએ કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે નાઈટ કરફ્યૂ, વીકેન્ડ કરફ્યૂ જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).