Home News દેશના રક્ષકોને બાંધી રક્ષા:નડાબેટ બોર્ડરના 200 જેટલા આર્મી જવાનોને બહેનોએ બાંધી રાખડી

દેશના રક્ષકોને બાંધી રક્ષા:નડાબેટ બોર્ડરના 200 જેટલા આર્મી જવાનોને બહેનોએ બાંધી રાખડી

Face Of Nation:વડોદરા શહેરના એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા કચ્છની નડાબેટ બોર્ડર ખાતે દેશના 200 જેટલા આર્મી જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ સમયે દેશની રક્ષા કરતા આર્મી જવાનોની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

વડોદરા શહેરમાં ચાલતુ એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ સ્ટુડન્ટને ભણવા માટે મદદ કરે છે. આ ઉપરાંત ગરીબ બાળકોને પણ મદદરૂપ થાય છે. એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે વડોદરા શહેરની 12 સ્કૂલોમાંથી 4500 જેટલી રાખડીઓ એકત્રિત કરી હતી. અને રક્ષાબંધન નિમિત્તે 30 લોકોનું ગૃપ કચ્છમાં આવેલી નડાબેટ બોર્ડર ખાતે પહોંચી ગયું હતું. અને બોર્ડર પર જ્યારે વડોદરાની યુવતીઓએ આર્મી જવાનોને રાખડી બાંધી ત્યારે તેમની આંખોમાં આસું આવી ગયા હતા. અને જણાવ્યું હતું કે, અમને ગુજરાતમાં છીએ પણ ક્યારેય હોમ સિકનેસ લાગતી નથી. તમે અમારી સાથે રક્ષાબંધનની ઉજણી કરી તે ખુબ સારૂ લાગ્યું, તમે ભવિષ્યમાં પણ આવજો.નડાબેટ બોર્ડર પર 15 ઓગષ્ટની રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં એક્લિઝર ગૃપના યુવાનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ સમયે ગાયિકા કિંજલ દવે અને અરવિંદ વેગડા પણ હાજર રહ્યા હતા.