Face Of Nation:જમ્મુ કાશ્મીરમાં કંઈક મોટું થવાની આશંકાને લઈને શનિવારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન સેનાએ ખીણમાં ઘૂસણખોરીની મોટી કોશિષ નિષ્ફળ બનાવી હતી. કુપવાડાના કેરન સેક્ટરમાં 31 જુલાઈની રાત્રે ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ (બેટ)ના સાત આતંકી ઠાર મરાયા હતા. મૃતકોમાં પાકિસ્તાની સૈનિકો હોવાનું પણ મનાય છે. સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, 36 કલાકમાં સેનાએ ‘બેટ’ની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી હતી. ઠાર કરાયેલા આતંકીઓમાં પાક. સેનાના સૈનિકોના મૃતદેહ પણ એલઓસી પર પડ્યા છે. સૈન્ય સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય સેનાએ એલઓસી પર બોફોર્સ તોપ પણ તૈનાત કરી છે. શનિવારે રાત્રે આશરે 8:15 વાગ્યે પૂંચના મેંઢર સેક્ટરના ગામમાં આવેલી ચોકીઓ પર ગોળીબારી કરી હતી, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.ભારતીય સેનાએ પાકિસ્તાનની આર્મીએ એક પ્રસ્તાવ મોકલ્યો છે કે જો તેઓ પોતાના બોર્ડર એક્શન ટીમ (બેટ સ્ક્વોડ)ના સૈનિકો અને આતંકવાદીઓના મૃતદેહોને લઈ જવા ઈચ્છતા હોય તો સફેદ ઝંડા લઈને એલઓસી ઉપર આવે અને તેઓને લઈ જાય. જોકે હજુ પાકિસ્તાન તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
Home Uncategorized ભારતીય સેનાનું શૌર્ય:પાક.ના 7 સૈનિકો ઢેર,મૃતદેહો લઇ જવા માટે પાક.ને બતાવ્યું સૌજન્ય