Home Uncategorized દુનિયા માથે વધુ એક મોટી આફત, સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટની દસ્તક

દુનિયા માથે વધુ એક મોટી આફત, સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટની દસ્તક

Face Of Nation 25-11-2021:  દુનિયા હજુ તો માંડ કોરોનાના કોપમાંથી બહાર આવી છે ત્યાં વળી પાછા માઠા સમાચાર આવ્યાં છે. સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ સંખ્યાબંધ મ્યુટેશન ધરાવતા કોરોનાના નવા વેરિયન્ટને શોધ કરી છે.

સાઉથ આફ્રિકાના વાયરોલોજિસ્ટ Tulio de Oliveiraએ જણાવ્યું કે દુર્ભાગ્યે અમે એક નવા વેરિયન્ટની શોધ કરી છે જે સાઉથ આફ્રિકા માટે ગંભીર ચિંતાનો વિષય છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર કમ્યુનિકેબલ ડિસિઝે જણાવ્યું કે જિનોમિક સિકન્વન્સિંગ પછી B.1.1.529 ના 22 કેસ નોંધાયા છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર કમ્યુનિકેબલ ડિસિઝના પ્રોફેસર એડ્રીયન પુરેને જણાવ્યું કે ડેટા સીમિત છે છતાં પણ અમારા નિષ્ણાંતો નવા વેરિયન્ટને સમજવા માટે સ્થાપિત સર્વેલન્સ સિસ્ટમ સાથે રાતોરાત કામ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ દુનિયામાં સૌથી પહેલા સાઉથ આફ્રિકાએ Beta variantની શોધ કરી હતી. ચાલુ વર્ષે પણ સાઉથ આફ્રિકામાં સી.1.2 નામના કોવિડના વેરિયન્ટે પણ દેખા દીધી હતી. પરંતુ આ બધામાં સાઉથ આફ્રિકામાં જોવા મળેલો ડેલ્ટા વેરિયન્ટ ઘણો ઘાતક નીવડ્યો છે.