Face Of Nation 14-04-2022 : દેશમાં કોરોના મહામારીનો ખતરો ફરી એકવાર વધવા લાગ્યો છે. ચોથી લહેર આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1007 નવા કેસ સામે આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 11 હજારને પાર પહોંચી ગઈ છે. આ જ 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના કારણે 26 દર્દીઓના મોત થયા છે. NCRની સ્કૂલોમાં કોરોનાના કેસ વધવાથી આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. નોઇડા અને ગાઝિયાબાદ બાદ દિલ્હીની સ્કૂલમાં પણ ફરી એકવાર કોરોનાએ કહેર વર્તાવ્યો છે.
સંક્રમિત હોય તો ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરો
કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. જ્યારે ચેપ લાગ્યો હોય ત્યારે ક્વોરેન્ટાઇનના નિયમોનું પાલન કરવું એ ચેપને રોકવામાં ઘણી હદ સુધી મદદરૂપ થાય છે. નીતિ આયોગના આરોગ્ય નિષ્ણાત ડો.વી કે પોલે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, જો કોઈએ ઓમિક્રોન માટે ટેસ્ટ કરાવ્યો હોય તો પરિણામની રાહ જોવાય ત્યાં સુધી ઘરે જ ક્વોરેન્ટાઇનમાં રહેવું જોઈએ અને જો કોઈ સંક્રમિત હોય તો 7 દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરો અને પછી રિપોર્ટ નેગેટિવ આવે તો જ લોકોની વચ્ચે જાઓ. કેટલાક નિષ્ણાતો સલાહ આપે છે કે જ્યારે કોરોનાના લક્ષણો દેખાય ત્યારે તમે તમારી જાતને આઇસોલેટ કરો જેથી ચેપને બીજામાં ફેલાતો અટકાવી શકાય.
બાળકોને શક્ય હોય તો માસ્ક પહેરાવો
કોરોના મહામારીના બે વર્ષ બાદ પણ નિષ્ણાતો વારંવાર માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવાની સલાહ પણ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, ફરી એકવાર જ્યારે કોરોનાના કેસ વધ્યા છે, ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. હાલ દિલ્હી-એનસીઆરની ઘણી સ્કૂલોમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ વાલીઓની સાથે શાળા પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. આવી સ્થિતિમાં, આપણે આપણા બાળકોની સંભાળ કેવી રીતે લઈએ છીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).