Home Uncategorized Omicron સંકટ વચ્ચે મહત્વના સમાચાર, કોરોનાની 2 રસી અને 1 દવાને મંજૂરી

Omicron સંકટ વચ્ચે મહત્વના સમાચાર, કોરોનાની 2 રસી અને 1 દવાને મંજૂરી

Face of Nation 28-12-2021: કોરોના વાયરસના વધતા કેસ અને ઓમિક્રોનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની એક દવા અને બે નવી રસીને મંજૂરી આપી દીધી છે. ભારતમાં હવે બે નવી રસી CORBEVAX અને COVOVAX ને મંજૂરી મળી છે. આ ઉપરાંત કોરોનાની દવા Molnupiravir ને પણ મંજૂરી મળી છે.

આ અવસરે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતને અભિનંદન! કોવિડ-19 વિરુદ્ધ લડાઈ મજબૂત બનાવવા માટે CDSCO, સ્વાસ્થ્ય મંત્રાલયે એક જ દિવસમાં CORBEVAX રસી, COVOVAX રસી અને એન્ટી વાયરલ ડ્રગ Molnupiravir ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વધુ એક ટ્વીટમાં જણાવ્યું કે CORBEVAX રસી કોવિડ-19 વિરુદ્ધ ભારતની પહેલી સ્વદેશી રીતે વિક્સિત RBD પ્રોટીન સબ યૂનિટ વેક્સીન છે. જેને હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા બનાવવામાં આવી છે. આ એક હેટ્રિક છે! હવે ભારતમાં ત્રીજી કોરોના રસી પણ વિક્સિત થઈ ચૂકી છે.

 

તેમણે પોતાની અન્ય એક ટ્વીટમાં લખ્યું કે નેનોપાર્ટિકલ રસી, COVOVAX નું નિર્માણ પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ટ્વીટમાં લખ્યું કે Molnupiravir, એક એન્ટીવાયરલ ડ્રગ હવે દેશમાં 13 કંપનીઓ દ્વારા કોવિડ-19ના વયસ્ક દર્દીઓની સારવાર અને જેમનામાં બીમારી વધવાનું ઉચ્ચ જોખમ છે, તેમના માટે ઈમરજન્સી સ્થિતિમાં મર્યાદિત રીતે ઉપયોગ માટે નિર્મિત કરવામાં આવશે.

 

તેમણે એમ પણ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વિરુદ્ધ લડતને પોતે આગળ રહીને લીડ કરી છે. આ તમામ એપ્રુઅલ વૈશ્વિક મહામારી વિરુદ્ધ ગ્લોબલ ફાઈટને મજબૂતી આપશે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ સમગ્ર વિશ્વની સંપત્તિ છે. સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સંતુ નિરામયા! (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).