Face Of Nation, 28-09-2021: કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં પોતાનો કહેર વર્તાવ્યો છે. જોકે હવે જેમ-જેમ કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થઇ રહ્યું છે ધીમે-ધીમે જીવન પાટા પર પરત ફરી રહ્યું છે. લોકો દેશ- વિદેશમાં ફરવા નિકળી રહ્યા છે. જોકે થોડા દિવસોમાં હજુ પણ એન્ટ્રી મળી રહી નથી તો બીજી તરફ કેટલાક દેશ શરતો સાથે પોતાની ઇન્ટરનેશનલ બોર્ડરને ટૂરિસ્ટસ માટે ખોલી દીધીછે. ઘણા દેશોએ કોવિડ વેક્સીન સર્ટિફિકેટને અનિવાર્ય કરી દીધી છે.
જો તમે પણ વિદેશ જવા વિશે વિચારી રહ્યા છે, તો તમારે તમારું કોરોના વેક્સીન સર્ટિફિકેટ, પાસપોર્ટ સાથે લિંક કરાવવું પડશે. આવો જાણીએ તમે કેવી પોતાના કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે લિંક કરાવી શકો છો.
તમે તમારા પાસપોર્ટ સાથે કોરોના સર્ટિફિકેટને ફટાફટ લીંક કરાવી લો, જેથી તમને તમારી વિદેશ યાત્રા માટે કોઇ સમસ્યા ન થાય. જો તમે પણ કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે તો તમે કેટલાક સ્ટેપ્સને ફોલો કરીને એકદમ સરળતાથી પોતાના કોરોના વેક્સીનના સર્ટિફિકેટને પોતાના પાસપોર્ટ સાથે લિંક કરી શકો છો.
આ છે રીત
– તેના માટે તમે સૌથી પહેલાં કોવિનની ઓફિશિયલ વેબસાઇટ www.cowin.in પર વિજિટ કરો.
– તેમાં લોગિન કર્યા બાદ તમે હોમપેજ પર સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરો.
– સપોર્ટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને અહીં ત્રણ ઓપ્શન મળશે. હવે તમે ‘certificate corrections’ પર ક્લિક કરો.
– હવે તમે ‘Raise an issue’ ઓપ્શન પર ક્લિક કરો.
– ‘Raise an issue’ પર ક્લિક કર્યા બાદ તમે Add Passport details પર ક્લિક કરો.
– ત્યારબાદ તમે જે વ્યક્તિના પાસપોર્ટ વડે વેક્સીનેશનની ડિટેલ્સને એડ કરવા માંગો છો, તેનું નામ અને પાસપોર્ટ નંબર ભરો.
– એકવાર ડિટેલ્સ સબમિટ કર્યા બાદ તમને તમારા રજિસ્ટર્ડ નંબર પર મેસેજ આવશે.
– ત્યારબાદ કોવિન એપ વડે તમારું વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
– તેમાં તમારા પાસપોર્ટની ડિટેલ્સ અપડેટ થશે.
તમને જણાવી દઇએ કે તમારું કોવિન સર્ટિફિકેટ હવે આંતરરાષ્ટ્રીય ફોર્મેટ આધારિત હશે. આ ફોર્મેટ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તરફથી નક્કી માપદંડોના આધાર પર હશે. આ નવા ફીચર અને જન્મ તારીખના ફોર્મેટ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નક્કી WHO માપદંડોના અનુસાર YY-MM-DD ફોર્મેટમાં હશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)