Face Of Nation 14-03-2022 : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, હવે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિનેશન આપવામાં આવશે. નોંધનીય છે કે, સરકારે બીજા તબક્કામાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી હતી. રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ જાહેરાતથી વાલીઓમાં હાશકારો અનુભવાશે. મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું છે કે, બાળકો સુરક્ષીત છે તો દેશ સુરક્ષીત. તેમણે આગળ લખ્યું છે કે, મને જણાવતા ખુશી થાય છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તે સાથે જ 60થી વધુ ઉંમરના લોકોને હવે પ્રિકોશન ડોઝ પણ આપી શકાશે. તેમણે બાળકો અને વૃદ્ધોને કોરોના વેક્સિન લગાવી લેવાની પણ અપીલ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).