Face of Nation 12-12-2021: મહેસાણા જિલ્લાના ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યુ થયા બાદ તેમનુ લીવર ડેમેજ થયુ હતું. જેના બાદ તેમની હાલત નાજુક બની હતી. હાલ તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસ પહેલા તેમને ગંભીર સ્થિતિમાં સારવાર માટે અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ભાજપનાં ધારાસભ્ય આશાબેનની તબિયત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી આર પાટીલ, પ્રદીપ વાઘેલા, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ આશાબેન પટેલની મુલાકાતે ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા છે. સી આર પાટીલે જણાવ્યું હતું કે, ડોક્ટર પુરતો પ્રયત્ન કરી રહ્યા છે. ડોક્ટરોએ કહ્યું છે કે અતિ ગંભીર સ્થિતિ છે. સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સવારે 10 વાગ્યા સુધી રિકવરી આવી પછી સ્થિતિ બગડી છે. ડોક્ટરો સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ઝાયડસ હોસ્પિટલમાં ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલના સ્વાસ્થ્ય વિશે જાણવા મળ્યું છે કે તેમની તબિયતમાં થોડો સુધારો જણાઈ રહ્યો હતો. પરંતુ 10 વાગ્યા પછી તેમની તબિયત ગંભીર બની રહી છે. આશાબેન પટેલના શરીરના અંગો રિસ્પોન્ડ કરી રહ્યા નથી. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જાણવા મળ્યું હતું કે MLA આશાબહેન પટેલની તબિયતમાં આંશિક સુધારો થયો છે. આશાબહેન પટેલના પ્લેટલેટમાં પણ સુધારો થઈ રહ્યો છે. બ્લડના પ્લેટલેટ 7 હજારથી વધી 30 હજારે પહોંચ્યા હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે. આશા બહેનનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં આવી રહ્યુ છે. પરંતુ પાટિલનું નિવેદન ચિંતાજનક છે.
ઉલ્લેખનીય છે કે, ઊંઝાનાં પાટીદાર ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યૂ થયા બાદ લીવર ડેમેજ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. રવિવારે તેમની સ્થિતિ વધારે નાજુક થતાં વેન્ટીલેટર ઉપર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહિત નેતાઓએ તેમના ખબર અંતર પૂછ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)