Face Of Nation, 29-08-2021: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થતાં ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય થયો હતો. આ સાથે જ પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સીરિઝની ચોથી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.
ત્રીજી ટેસ્ટમાં મળેલી હાર બાદ ભારતીય ટીમની મુશ્કેલી વધી રહીછે. મેચ બાદ ડોબાડી સ્પિનર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના ઘૂંટણનું સ્કેન કરાવાયું હતું. તેની ઈજા કેટલી ગંભીર છે તે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું, જાડેજાનું સ્કેન કરાવાયું. બાકી જાણકારી સ્કેન રિપોર્ટ સામે આવ્યા બાદ અપાશે.
જાડેજાએ લીડ્સ ટેસ્ટમાં 32 ઓવર ફેંકી અને બે વિકેટ લીધી હતી. અને બંને ઈનિંગમાં બેટિંગ પણ કરી, લીડ્સ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં તેણે ચાર અને બીજી ઈનિંગમાં 30 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસની રમત દરમિયાન મોહમ્મદ શમીના બોલર પર હસીબ હમીદે ફટકારેલા શોટને રોકવાની કોશિશમાં તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી.
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય ચોથી મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણથી ચાર બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાંથી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્માની બાદબાકી થઈ શકે છે. આ ઉપરાંત બેટિંગમાં નિષ્ફળ જઈ રહેલા વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતની પણ બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કે પૃથ્વી શૉ, રવિચંદ્રન અશ્વીન, ઉમેશ યાદવ તથા રિદ્ધિમાન સાહાને કોહલી મોકો આપી શકે છે.
Eng vs Ind: Jadeja undergoes scan on injured knee, says 'not a good place to be at'
Read @ANI Story | https://t.co/R4Nsgb0BbM#IndvsEng pic.twitter.com/hinAcDeDoi
— ANI Digital (@ani_digital) August 28, 2021
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)