Home Crime 9 વર્ષની બાળકીએ જાળી સાથે રૂમાલ બાંધી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

9 વર્ષની બાળકીએ જાળી સાથે રૂમાલ બાંધી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

Face of Nation 11-12-2021હિમતનગરમાં નવ વર્ષની બાળકી ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના બની છે. શહેરના પાંચ બત્તી વિસ્તારમાં હરસોલિયાના ડેલામાં ભાડાના ઘરમાં રહેતા એક પરિવારની બાળકીએ ગળે ફાંસો ખાતા મોત નિપજ્યુ છે. મોડી સાંજના ઘરમાં બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળે ફાંસો ખાધો હતો. જોકે, નાનકડી બાળકીએ કયા કારણોસર આવુ કર્યું તે કારણ હજી સામે આવ્યુ નથી. સમગ્ર ગુજરાત માટે આ બનાવ અત્યંત ચોકાવનારો છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસે આત્મહત્યા કે હત્યાને લઈને તપાસ હાથ ધરી છે.

બાળકીની આત્મહત્યાની ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસે એફ.એસ.એલ. સાથે પહોંચીને તપાસ હાથ ધરી છે. બાળકીના મૃતદેહનું પેનલથી હિંમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયુ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, આ પરિવાર તેની બાળકીને દરરોજ મારતો હતો. પરિવારમાં પતિ પત્નીના રોજ ઝઘડા થતા હતા. પરિવારમાં એક નવ વર્ષની બાળકી અને બે બાળક છે. જેમાં એક દિવ્યાંગ બાળક છે. બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કારણ સાચું બહાર આવશે.

સાબરકાંઠાના હિમતનગરમાં નવ વર્ષની બાળકીએ ઘરમાં ફાસો ખાઈ આત્મહત્યા કરવાના અને બાળકોમાં પણ વધી રહેલા આત્મહત્યાના બનાવ અંગે બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ કહ્યું કે, બાળકોમાં વધતા આત્મહત્યાના બનાવ રોકવા માટે સમાજની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આજના સમયમાં માતા-પિતા બાળકો સાથે સંવાદ કરે એ જરૂરી છે. બાળકોને માતા-પિતા સમય આપે, એમની સાથે વાત કરે તો આવી સમસ્યાઓથી બચી શકાશે. બાળ વિકાસ આયોગ, રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત બાળકો માટે જુદા જુદા કાર્યક્રમો ચલાવી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાનો ઉપયોગ જે રીતે વધ્યો છે, ત્યારે એના ફાયદા તેમજ ગેરફાયદા અંગે સમજવું પડશે. ઓનલાઈન શિક્ષણ આપણી મજબૂરી બની છે, પરંતુ આ મોબાઈલ અને સોશિયલ મીડિયા થકી બાળકો આ પ્રકારના દ્રશ્યો જુવે છે અને શીખે છે. બળકો સાથે વાતચીત કરવાથી, એમને સમય આપવાથી, તેમજ એમની જરૂરિયાત સમજીશું તો આવી ઘટનાઓ ટાળી શકાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)