Home News જેના ત્રાસથી કંટાળીને પતિઓ ઘર બહાર નીકળે છે તેવી પત્નિઓ વિરુદ્ધ ગુના...

જેના ત્રાસથી કંટાળીને પતિઓ ઘર બહાર નીકળે છે તેવી પત્નિઓ વિરુદ્ધ ગુના નોંધો : સોસાયટીના ચેરમેનની માંગ

ફેસ ઓફ નેશન, 21-04-2020 : નવાવાડજમાં આવેલી ગણેશ વિદ્યાલયના સામે ક્ષિપદેવ કો.ઓ.હા.સોસાયટી આવેલી છે. આ સોસાયટીના ચેરમેને એક ગજબની જાહેર નોટિસ મૂકી છે. આજની તારીખ સાથે મુકવામાં આવેલી આ નોટિસમાં જણાવ્યું છે કે, પત્નિ ત્રાસ આપતી હોય તેવા લોકો કારણ વિના ઘરની બહાર ભેગા થાય છે. આવા લોકો સોસાયટીને જોખમમાં મુકવા માંગતા હોઈ તેઓના સીસીટીવી ફૂટેજ પોલીસને આપીશું.
આ પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અમે પોલીસને વિનંતી કરીશું કે, તેમના ઘરમાં ત્રાસથી આ થતું હોય છે. જેથી લોકડાઉનનો ભંગ કરનાર તથા તેના પત્નિ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ચેરમેનની આ નોટિસ હાલ સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ થઇ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત

અમદાવાદમાં મે મહિનાના અંત સુધીમાં કોરોના ઉપર કાબુ મેળવી લેવાશે, પરંતુ વાંચો તંત્રની આ શરત