Home Uncategorized જમ્મુ અને કાશ્મીરમાં ટારગેટેડ કિલિંગ, MHA એ આ ખાસ અધિકારીને તાબડતોબ મોકલ્યા

જમ્મુ અને કાશ્મીરમાં ટારગેટેડ કિલિંગ, MHA એ આ ખાસ અધિકારીને તાબડતોબ મોકલ્યા

Face Of Nation, 18-10-2021:  જમ્મુ અને કાશ્મીરમાં ટારગેટેડ કિલિંગ મામલા પર ગૃહ મંત્રાલયની પૂરેપૂરી નજર છે. આ બધા વચ્ચે સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે ગૃહ મંત્રાલયે સીઆરપીએફ ના ડીજી કુલદીપ સિંહ ને જમ્મુ કાશ્મીર મોકલ્યા છે. અત્રે જણાવવાનું કે ઓફિસર કુલદીપ સિંહ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ના પણ ડીજી છે.

ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ મામલે ગૃહ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ બાજુ જમ્મુ અને કાશ્મીરમાં ગુપ્તચર એજન્સી આઈબી, NIA, સેના, અને CRPF ના સિનિયર અધિકારીઓ સતત કેમ્પ કરી રહ્યા છે. ભારતીય એજન્સીઓના આ અધિકારીઓની બાજ નજર મામલા સંલગ્ન દરેક ઈન્ટેલિજન્સ ઈનપુટ પર છે.

સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે આતંકી સંગઠન સુરક્ષા દળોના સતત ચાલી રહેલા ઓપરેશનથી અકળાયા છે. આથી આતંકીઓ તરફથી ટાર્ગેટેડ કિલિંગની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા 9 દિવસમાં સુરક્ષા દળોએ અલગ અલગ અથડામણોમાં 13 આતંકીઓને ઠાર કર્યા છે.

આ વર્ષ જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીના આંકડા મુજબ ભારતીય સુરક્ષા દળો 132થી વધુ આતંકીઓનો ખાતમો કરી ચૂક્યા છે. જ્યારે 254 આતંકીઓની ધરપકડ કરાી છે. એ જ રીતે ભારતીય એજન્સીઓ 30 સપ્ટેમ્બર સુધીમાં 105 AK-47 રાઈફલ, 126 પિસ્તોલ અને 276 હેન્ડ ગ્રેનેડ જપ્ત કરી ચૂકી છે.

126ની સંખ્યામાં મળી આવેલી પિસ્તોલથી જાણવા મળે છે કે આતંકી હુમલા માટે નાના હથિયાર જેમ કે પિસ્તોલનો હવે વધુ ઉપયોગ કરી રહ્યા છે. ગત વર્ષે આતંકીઓ પાસેથી 163 પિસ્તોલ મળી  હતી. એ જ રીતે 2019માં 48 અને 2018માં કુલ 27 પિસ્તોલ મળી આવી હતી. આ વર્ષે કુલ 38 એવા કેસ સામે આવ્યા છે જેમાં આતંકીઓ સુરક્ષાદળો પર અચાનક હુમલો કરીને ફરાર થઈ ગયા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)