Home Sports રૈના જેવું ‘જાડેજા’ સાથે થયું: ‘જાડેજા’ અને CSK વચ્ચે મતભેદ!; ઇન્સ્ટાગ્રામ પર...

રૈના જેવું ‘જાડેજા’ સાથે થયું: ‘જાડેજા’ અને CSK વચ્ચે મતભેદ!; ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ચાઇઝીએ ‘સર જાડેજા’ને કર્યા અનફોલો, ફેન્સે “માહી”ને જવાબદાર ઠેરવ્યો!

Face Of Nation 13-05-2022 : રવીન્દ્ર જાડેજા 10 વર્ષથી ચેન્નઈ સુપર કિંગ્સનો મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. એવામાં કેપ્ટનશિપપદેથી રાજીનામું આપ્યા પછી CSKએ સર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. વળી, ત્યાર પછી પછી માહિતી મળી આવી કે રવીન્દ્ર જાડેજાને પાંસળીની ઈજાને કારણે IPL 2022માંથી બહાર થવું પડ્યું છે. એવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ચોથી મેના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમાયેલી મેચમાં જાડેજાને પાંસળીમાં ઈજા થઈ હતી, પરંતુ અત્યારે ફેન્સને આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ પર વિશ્વાસ નથી, તેમને આની પાછળનું કારણ કંઈક બીજું જ લાગી રહ્યું છે. તો બીજીતરફ ચેન્નઈ સુપર કિંગ્સના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે રવીન્દ્ર જાડેજા ઈન્જરીને કારણે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં ઉપલબ્ધ નહોતો. તે સારવાર હેઠળ હતો, જોકે ત્યાર પછી સર જાડેજા IPLની સમગ્ર સીઝનમાંથી બહાર થઈ ગયા હોવાની જાણકારી મળી હતી.
સર જાડેજાનું ચેન્નઈએ અપમાન કર્યું હોવાની ચર્ચા
આ સમગ્ર ચર્ચા દરમિયાન હવે CSKએ સર જાડેજાને ઈન્સ્ટાગ્રામમાં અનફોલો પણ કરી દીધો છે. ફેન્સના મતે આવું કરીને ટીમ મેનેજમેન્ટે શ્રેષ્ઠ ખેલાડીનું અપમાન કર્યું છે. અન્ય એક યુઝરે લખ્યું કે કેપ્ટન્શિપ પરથી હટાવ્યા પછી જાડેજા ઉદાસ જોવા મળ્યો હતો. ત્યાર પછી અચાનક જ જાડેજાની આ સીઝનમાંથી વિદાયના સમાચારની વાત સાંભળી રહસ્યનો કોયડો ગૂંચવાયો હતો.
ચેન્નઈના મેનેજમેન્ટ પર ચીપ ટ્રિક રમવાનો આરોપ
સોશિયલ મીડિયા પર એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ચેન્નઈની ટીમ મેનેજમેન્ટ અને ધોનીએ જાડેજા સાથે ચીપ ટ્રિક રમી હતી. સીઝનમાં ટીમના ખરાબ પ્રદર્શન માટે તેના માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સર જાડેજા પાસેથી કેપ્ટનશિપ પણ છીનવી લેવામાં આવી હતી.
જાડેજા 16 કરોડમાં રિટેન થયો હતો
આ સીઝનની શરૂઆત પહેલાં ચેન્નઈએ સૌથી વધુ 16 કરોડ રૂપિયા ચૂકવીને જાડેજાને રિટેન કર્યો હતો. જોકે જાડેજાની કેપ્ટનશિપ હેઠળ ટીમ 8માંથી 6 મેચ હારી ગઈ હતી. આ દરમિયાન જાડેજાએ બેટિંગ દરમિયાન 111 રન કર્યા, જ્યારે બોલિંગમાં પણ 3 વિકેટ લીધી હતી. મીડિયામાં જાહેર કરાયેલા નિવેદન અનુસાર ખરાબ પ્રદર્શન પછી જાડેજાએ પોતાની ગેમ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેપ્ટનશિપનું પદ છોડવાનો નિર્ણય લીધો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).