Home News અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે

ફેસ ઓફ નેશન, 14-04-2020 : અમદાવાદના કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. વધતા જતા કોરોનાના કેસોને લઈને સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. આ કર્ફ્યુ 21 તારીખ સુધી લેવામાં આવ્યો છે. ૩ કલાક મુક્તિ અપાશે જેમાં માત્ર મહિલાઓ બહાર નીકળી શકશે. અમદાવાદના કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં 21 એપ્રિલ સુધી કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ અંગે અગાઉ જ ફેસ ઓફ નેશને અહેવાલ રજૂ કર્યો હતો કે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવશે. કોટ વિસ્તારમાં વધતા જતા કેસોને લઈને કર્ફ્યુની આવશ્કયતા અતિ જરૂરી છે. મુખ્યમંત્રીએ આ વિસ્તારના કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજીને આ નિણર્ય લીધો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.
શાહપુર, કારંજ, ખાડિયા, દરિયાપુર, દાણીલીમડા, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યુમાં સ્થાનિક પોલીસ સાથે આરએએફ,એસઆરપી તથા પેરામિલિટરી સહિતના જવાનો ફરજ બજાવશે. કોરોનાના ફેલાવાને રોકવા માટે આ અસરકારક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ફક્ત મહિલાઓ માટે બપોરે 1 થી 4 કલાક સુધી છૂટ આપવામાં આવશે.  (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

જ્યાં ભાજ્પની સરકાર નથી તે રાજ્યોએ લોકડાઉન વધારાની જાહેરાત કરી દીધી