Face Of Nation 15-05-2022 : રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની 3 દિવસની ચિંતન શિબિર ફાઈનલ સ્ટેજમાં પહોંચી ગઈ છે. પાર્ટીના વન ફેમિલી-વન ટિકિટ, સંગઠનમાં યુવકનો અનામત, દેશભરમાં પદયાત્રા કાઢવા જેવા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પાર્ટીની કાયાકલ્પનો મંત્રી રાહુલ ગાંધીએ આપ્યો. તેમણે કહ્યું કે, અમે ફરી જનતા વચ્ચે જઈશું, તેનાથી આપણાં સંબંધો મજબૂત કરીશું અને આ કામ શોર્ટસર્કિટથી નહીં થાય. આ પરસેવાથી થશે એટલે કે કડક મહેનતથી. રાહુલે નેતાઓને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ કર્યા. કહ્યું કે તેઓ ડિપ્રેશનમાં ન જાય, કેમકે લડાઈ લાંબી છે.
ઓક્ટોબરમાં આખી કોંગ્રેસ પાર્ટી જનતા વચ્ચે જશે, યાત્રા કરશે
રાહુલે કહ્યું કે, શોર્ટકટથી નહીં પણ પરસેવો પાડવો પડશે, ત્યારે જ જનતા સાથે જોડાઈશું. પાર્ટી જ જનતાના પ્રયાસથી બની છે, આ જ આપણું ડીએનએ છે, આ સંગઠન જનતાથી બન્યું છે. આપણે ફરી જનતા વચ્ચે જવાની જરૂર છે. ઓક્ટોબરમાં આખી કોંગ્રેસ પાર્ટી જનતા વચ્ચે જશે, યાત્રા કરશે. જે જનતાની સાથે સંબંધ છે, તે ફરીથી મજબૂત કરીશું. આજ એક રસ્તો છે, અને કોઈ શોર્ટકટથી આ નહીં થાય. રાહુલે કહ્યું કે, આ લડાઈ રીઝનલ પાર્ટીઓ ન લડી શકે. આ લડાઈ માત્ર કોંગ્રેસ જ લડી શકે છે. રીઝનલ પાર્ટી ભાજપને ન હરાવી શકે, કેમકે તેમની પાસે વિચારધારા નથી, તેઓ અલગ અલગ છે. મને કોઈ ડર નથી. મેં જીવનમાં એક રૂપિયો કોઈની પાસેથી લીધો નથી, કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. હું સત્યા બોલવાથી નથી ડરતો.
ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું- દેશમાં આગ લાગવાની છે
રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં આગ લાગવાની છે, મેં તમને કોવિડ પહેલાં જ ચેતવણી આપી હતી, હવે ફરી કહી રહ્યો છું. આ દેશની ઈન્સ્ટીટશનને તોડી રહ્યાં છે, આ જેટલો સંસ્થાઓને ખતમ કરશે તેટલી જ આગ લાગશે. આ આપણી જવાબદારી છે કે દેશમાં આ આગ ન લાગે. આ આપણા નેતાઓ-કાર્યકર્તાઓની જવાબદારી છે. આ કામ માત્ર કોંગ્રેસ કરી શકે છે. આ દેશમાં એવો કોઈ ધર્મ, જાતિ, વ્યક્તિ નથી જે એમ કહી દે કે તેમને કોંગ્રેસ માટે દરવાજા બંધ કરી દીધાં હોય. કોંગ્રેસ બધાંની પાર્ટી છે.
એક વખત ફરી કર્યો ઉદ્યોગપતિઓનો ઉલ્લેખ
રાહુલ ગાંધીએ કહ્યું કે રોજગારી ઊભી કરનારી લાઈન મોદી અને ભાજપે તોડી નાખી છે. નોટબંધી અને GST લાગુ કરીને તેનો ફાયદો ત્રણ ઉદ્યોગપતિઓને આપીને સરકારે યુવકોના ભવિષ્યને ખતમ કરી દીધા છે. આવનારા સમયમાં દેશના યુવકો રોજગારી નહીં મેળવી શકે. મોંઘવારીને કારણે રોજગારી નહીં મળે. તેમને કહ્યું કે યુક્રેન વોરના પરિણામથી બેરોજગારી વધશે.
સોનિયા ગાંધીએ કહ્યું- આપણે સત્તામાં પરત ફરીશું
શિબિરના સમાપન પ્રસંગે સ્પીચ આપતા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું કે આપણે જરુરથી પરત ફરીશું. તેમને કહ્યું કે તમામ લોકો મળીને કામ કરે. યુવકોને આગળ વધારવા પર સીનિયર નેતા ફોકર કરે. બીજી ઓક્ટોબરથી ભારત જોડો અભિયાન શરૂ કરાશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીને મોહર મારી
શિબિરમાં આજે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં કોંગ્રેસના ફેરફારો પર મોહર મારવામાં આવી છે. કોંગ્રેસની સંગઠન અને રાજનીતિ સાથે જોડાયેલી કમિટીની ભલામણના આધારે હવે એક પરિવારથી એક જ ટિકિટની ફોર્મુલાને મંજૂરી અપાઈ છે. પરિવારના બીજા નેતાને ત્યારે જ ટિકિટ મળશે જ્યારે તેઓ પાંચ વર્ષથી સંગઠનમાં સક્રિય હોય. સંગઠનમાં કામ કર્યા વગર બીજા સભ્યને ટિકિટ મળશે. પાંચ વર્ષ પદ પર રહ્યાં બાદ ત્રણ વર્ષના કૂલિંગ પીરિયડમાં રહેવું પડશે. ત્રણ વર્ષ બહાર રહ્યાં બાદ જ પદ મળશે. આ ભલામણને CWCએ મંજૂરી આપી દીધી છે.
10 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર ફોકસ
કોંગ્રેસનું ધ્યાન 2024 પહેલા યોજાનારી 10 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર છે. જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, તેલંગાણાનો સમાવેશ થાય છે. બેઠકમાં ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે જો હિમાચલ અને ગુજરાતમાં અમે નહીં જીતીએ તો 2024ની ચૂંટણી ભૂલી જાવ.
રાહુલ-સોનિયા 16મીએ બેણેશ્વર ધામ જશે
રવિવારે ત્રીજા દિવસે ચિંતન શિબિર પૂરી થતાં જ કોંગ્રેસના નેતાઓ ઉદયપુર છોડવાનું શરૂ કરશે. સાનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ સોમવારે એટલે કે16મીએ બેણેશ્વર ધામ જશે. અહીં સોનિયા અને રાહુલ બેણેશ્વરમાં 100 કરોડના ખર્ચે નિર્માણ થનાર પુલનો શિલાન્યાસ કરશે. તેમજ બેણેશ્વરમાં પણ સભા પણ કરશે. જેમાં સોનિયા અને રાહુલ બંને સંબોધન કરશે. ગુજરાત અને રાજસ્થાનના આદિવાસીઓને મદદ કરવા માટે આ એક મહત્વપૂર્ણ સભા હશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).