Home Politics સોનિયા ગાંધી : હું કોંગ્રેસની સંપૂર્ણ સમય અને કાર્યકારી અધ્યક્ષ છું

સોનિયા ગાંધી : હું કોંગ્રેસની સંપૂર્ણ સમય અને કાર્યકારી અધ્યક્ષ છું

Face Of Nation, 16-10-2021: કોંગ્રેસની કાર્યકારી સમિતિ ની બેઠક આજે દેશની રાજધાની કોંગ્રેસના મુખ્ય મથક ખાતે યોજાઈ રહી છે. સોનિયા ગાંધી CWC બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં ગાંધી પરિવાર અને જી-23 નેતાઓ વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો.

કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં નામ લીધા વગર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જી-23 ના નેતાઓને નિશાન સાધ્યું. સોનિયા ગાંધીએ આ નેતાઓને સલાહ આપી. સોનિયા ગાંધીએ કહ્યું કે મેં હંમેશા સ્પષ્ટતાની પ્રશંસા કરી છે. મીડિયા દ્વારા મારી સાથે વાત કરવાની જરૂર નથી. ચાલો આપણે બધા મુક્ત અને પ્રમાણિક ચર્ચા કરીએ. પરંતુ આ રૂમની ચાર દિવાલ બહાર શું વાત થવી જોઈએ તે CWC નો સામૂહિક નિર્ણય છે.

તેમણે વધુમાં કહ્યું કે હું કોંગ્રેસની સંપૂર્ણ સમય અને કાર્યકારી અધ્યક્ષ છું. સંગઠનની ચૂંટણીની બ્લુપ્રિન્ટ કેસી વેણુગોપાલ બધાની સામે મુકશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર CWC ની બેઠકમાં પક્ષના પ્રમુખ અને સંગઠનની ચૂંટણી, ખેડૂતોનું આંદોલન, આગામી વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ અને મોંઘવારી પર ચર્ચા થઈ શકે છે.

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019 પછી, કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ હારની જવાબદારી લેતા પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી, કોઈ કાયમી પ્રમુખ ચૂંટાયા નથી. સોનિયા ગાંધી હંગામી અધ્યક્ષ રહ્યા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)