Home News અમદાવાદ:સેટેલાઇટમાં કંપનીને લગાડ્યો ચૂનો,સાયબર ગઠિયાઓએ પાસવર્ડ બદલી બેન્ક એકાઉન્ટમાંથી 52.75 લાખ ટ્રાંસફર...

અમદાવાદ:સેટેલાઇટમાં કંપનીને લગાડ્યો ચૂનો,સાયબર ગઠિયાઓએ પાસવર્ડ બદલી બેન્ક એકાઉન્ટમાંથી 52.75 લાખ ટ્રાંસફર કર્યા

Face Of Nation:અમદાવાદ સેટેલાઇટમાં આવેલી કંપનીના બેંક એકાઉન્ટના નેટ બેન્કિંગના યુઝર આઈડી અને પાસવર્ડ ચોરી કરી અલગ અલગ 5 બેંક એકાઉન્ટમાં રૂપિયા 52.75 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. સાયબર ગઠિયાઓએ કંપનીના ત્રણ વાર મોબાઈલ નંબર બંધ કર્યા હતા અને નેટબેન્કિંગના પાસવર્ડ બદલી દીધા હતા. અલગ અલગ 8 વાર ટ્રાન્ઝેક્શન કર્યા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 5 બેન્ક એકાઉન્ટધારકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

28 મેના રોજ કંપનીનો નંબર બંધ થઇ ગયો હતો: સેટેલાઇટમાં સાર્થક એનેક્ષીમાં આવેલી કૈલાશ દર્શન હાઉસિંગ ડેવલોપમેન્ટ નામની કંપનીનું વેજલપુરમાં આવેલી ડીસીબી બેંકમાં OD અને ચાલુ ખાતું આવેલું છે. નેટ બેન્કિંગ માટે અલગ કંપનીનો મોબાઈલ નંબર આપ્યો છે. 28 મેના રોજ કંપનીનો મોબાઈલ નંબર બંધ થઇ ગયો હતો. જેથી કંપનીના એકાઉન્ટ મેનેજરે મોબાઈલ કંપનીમાં ફોન કરી ફોન ચાલુ કરાવ્યો હતો. બે દિવસ બાદ ફરી ફોન બંધ થઇ ગયો હતો. 3 વાર ફોંન બંધ થઇ ગયો હતો. નેટ બેન્કિંગના યુઝર આઈડી પાસવર્ડ પણ બદલી દેવાયો હતો. કંપનીના મેનેજરે બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ માંગતા ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાંથી કુલ 8 ટ્રાન્ઝેક્શન દ્વારા 5 બેંક એકાઉન્ટમાં રૂ. 52.78 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરવામાં આવી હતી.