Home Uncategorized આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારે ટકરાયું વાવાઝોડુ, 2 માછીમારોના મોત 5 ડૂબ્યા…

આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારે ટકરાયું વાવાઝોડુ, 2 માછીમારોના મોત 5 ડૂબ્યા…

Face Of Nation, 26-09-2021: ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ ને કારણે ઓડિશા-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાથી 1100 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જિલ્લા તંત્રનું કહેવું છે કે આગામી બે કલાક મહત્વની છે.

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં રહેતા બે માછીમારોના રવિવારે સાંજે બંગાળની ખાડીમાં આવેલા ગુલામ તોફાનની ઝપેટમાં આવવાથી મોત થયા છે. જ્યારે એક હજુ લાપતા છે. તો ત્રણ અન્ય માછીમારોને કિનારા પર લાવવામાં સફળતા મળી છે. તેમણે અક્કુપલ્લી ગામથી રાજ્યના મત્સ્ય મંત્રી એસ અપ્પાલા રાજૂને ફોન કરી સ્વયં સુરક્ષિત હોવાની જાણકારી આપી છે.

એનડીઆરએફના ઇન્સ્પેક્ટર અમિત ગુપ્તાએ કહ્યુ કે ગંજામ જિલ્લામાં અમારી ત્રણ ટીમ છે. અમારી પાસે કટિંગ ઉપકરણ અને પુરથી સંબંધિત ઉપકરણ છે, ચક્રવાત બાદ અહીં નિચલા વિસ્તારમાં પૂર આવે છે તો અમારી પાસે ચાર હોળી છે. જેનાથી અમે ફસાયેલા લોકોને બચાવી શકીએ છીએ. અમે અમારા બ્લોક તંત્રના સંપર્કમાં છીએ.

જિલ્લાના જોઈન્ટ કલેક્ટર સુમિત કુમારે કહ્યુ કે NDRF-SDRF ની 6 ટીમની સાથે તંત્રની રેસ્ક્યૂ ટીમ પણ તૈયાર છે. હાલ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. આશરે 90-100ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં પાંચ માછીમારો આજે સાંજે સમુદ્રથી પરત ફરવા સમયે મંડાસા કિનારા પર તેનું વહાણ પવન સાથે ટકરાતા સમુદ્રમાં પડી ગયું હતું. પોલીસ અને અન્ય અધિકારી તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પહેલા ચક્રાવાત તોફાનથી ઉભી થયેલી સ્થિતિની જાણકારી માટે પીએમ નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, કેન્દ્રએ તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. હું બધાની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરુ છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)